ધાર્મિક ગ્રંથો મુજબ લલાટ પર ચાંદલો કરવાનુ કંઇક ખાસ કારણ છે. તહેવારો ની ઊજવણી , લગ્ન વિધી , કર્મ કાંડ જેવા પ્રસંગોએ ચાંદલો કરાય છે. ગ્રંથો તેમજ શાસ્ત્રોમાં કહેવાયુ છે કે કંકુ , રાખ , લાલ તેમજ સફેદ ચંદન , હળદર વગેરે તિલક માટે શુભ ગણાયા છે. અને તેની સાથે ચોખા પણ વપરાય છે. આ ચોખા નુ મહત્વ શું છે તે વિશે જાણીએ.
શુદ્ધતાનો પ્રતિક છે ચાંદલા પર ના ચોખા
વિજ્ઞાન દ્વારા સાબિત થયુ છે કે કપાળ પર બંને આંખો ની વચ્ચે ચાંદલો કરો તો તેને અગ્નિચક્ર મનવામા આવ્યુ છે. જ્યા ચાંદલો કરવા થી માનવ શરીર મા ઊર્જા ની પ્રાપ્તી થાય છે અને પોતાના આત્મવિશ્વાસ મા વધારો જોવા મળે છે. આ કારણે ચોખા ને શુદ્ધતાનો પ્રતિક માનવામા આવે છે.
હકારાત્મક શક્તિ મેળવવા થાય છે ઉપયોગ.
વેદ-પુરાણો મા જણાવ્યા અનુસાર યજ્ઞ વખતે ભગવાન ને અર્પણ કરેલ ચોખા ને શુદ્ધ માનવામા આવે છે. ચાંદલા પર ચોખા લગાવવા થી નકારાત્મક શક્તિ દૂર થાય છે તેમજ હકારાત્મક શક્તિ નો સંચય થાય છે . શાસ્ત્રો મા દર્શાવ્યા મુજબ અલગ-અલગ ચાંદલા નુ અલગ-અલગ મહત્વ તેમજ ફાયદા દર્શાવ્યા છે.
હળદર ના ચાંદલા નુ શું છે મહત્વ.
હળદર નો ચાંદલો કરવા થી તે એન્ટી બાયોટિક નુ કાર્ય કરે છે. હળદર મા રોગપ્રતિકારક શક્તિ હોવા થી તે વ્યક્તિ ને રોગ થી બચાવે છે.
ચંદન ના ચાંદલા નો મહત્વ
ધાર્મિક વિધીઓ કરવાવાળા પંડિતો ચંદન ના ચાંદલા કરે છે. જેની પાછળ નુ વૈજ્ઞાનિક કારણ એ છે કે તે મગજ માંથી નિકળતા સ્ત્રાવ ને કંટ્રોલ કરે છે. જેથી તે માનસિક શાંતિ અનુભવે તેમજ સારા કાર્યો કરવા તરફ પ્રેરાય અને માતા લક્ષ્મી ની વિશેષ કૃપા રહે છે. જ્યોતિષ શાસ્ત્ર એવૂ માને છે કે આમ કરવાથી કોપાયમાન ગ્રહો શાંત સ્થિતી મા આવી જાય છે.
ચાંદલા તરીકે ભસ્મ નો ઉપયોગ કરવાથી થતો ફાયદો.
ઘણા બાવા સાધુ તેમજ મંદિર ના પૂજારીઓ ચાંદલો કરવા ભસ્મ નો ઉપયોગ કરે છે. આધ્યાત્મિક રીતે તેનુ વધારે મહત્વ છે. એવુ મનાય છે કે તેનો ચાંદલો કરવા થી વિશુદ્ધિ દૂર થાય તેમજ પાપ માથી મુક્તિ મળે છે. આવો ચાંદલો કરવાથી નામના મા વધારો થાય છે.