ભારત દેશમાં અનેક મંદિરો જોવા મળે છે. તેમાં પણ ગુજરાતમાં તો શેરીએ ગલીએ હનુમાનજીના મંદિરો આવેલ છે. આપણે વર્ષો જુના મંદિરોની વાત કરીએ છીએ. વર્ષો જુના મંદિરો અને તેમાં પણ અજબ ગજબના રહસ્યમય, ડરામણી જગ્યા કહેવી કે રહસ્યનો તરખાટ કે પછી સમય સાથે સચવાયેલ કે સમયની સાથે ઢંકાયેલ અમુક રહસ્યો ધોળા દિવસે પણ ઉંધ ઉડાડી દે તેવા ડરામણા છે.ભવાની મિશ્ર નામના એક તાંત્રીકે ચારસો વર્ષ પહેલાં બિહારના બક્સર જિલ્લામાં ત્રિપુર સુંદરી નામના મંદિરની સ્થાપના કરી. આ મંદિર તંત્ર સાધના માટે પ્રખ્યાત છે. તે સમયથી ભવાની મિશ્રના વંશજો જ મંદિરની દેખરેખ અને સારસંભાળ રાખતા આવ્યા છે અને હાલમાં પણ રાખે છે.
દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીની મૂર્તિ તેમજ બંગલામુખી માતા, બટુક ભૈરવ, દત્તાત્રેય ભૈરવ, માતંગી ભૈરવની તારા માતા, અન્નપૂર્ણા ભૈરવ તેમજ કાલ ભૈરવની મૂર્તિઓએ સ્થાનગ્રહણ કરેલ છે. તે ઉપરાંત પણ મહાવિદ્યાઓની દસ દેવીઓએ સ્થાન ગ્રહણ કરેલ છે. જેમાં ભુવનેશ્વરી, તારા, માતંગી, કાલી, છિન્નમસ્તા, કમલા, ધૂમાવતિ, ત્રિપુર ભૈરવી, ષોડશી, ઉગ્ર તારા જેવા અનેક દેવીઓએ સ્થાન પામેલ છે.
અડધી રાત્રે મંદિરની મૂર્તિઓ અંદરોઅંદર વાતો કરે છે. મંદીરમાંથી વાતો કરવાના અવાજ પણ આવે છે. મંદિરની આસપાસ રાત્રે કોઈ રહેવાની હિંમત કરતું નથી. રાત્રે મંદિરની પાસેથી પસાર થતાં પણ વાતચીતનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે. આ વાત સૌ પ્રથમ માણસો માટે એક માન્યતા હતી પરંતુ, વૈજ્ઞાનિકોએ કરેલ પૂરી તપાસ બાદ સાચું કારણ જાણવા મળ્યું કે, મંદીરમાં રાતે સંભળાતી વાતચીત એક અજબ રહસ્ય જ છે. અહીં આવતાં ભક્તોની દરેક ઈચ્છા પુરી થાય છે. મંદિરના અમુક રહસ્યો હંમેશને માટે અકબંધ રહસ્ય જ રહીને સચવાય જતાં હોય છે. કારણકે વર્ષો પહેલાં બનાવની ફક્ત કાને સાંભળેલી વાતો હોય છે. વાત સાચી જરૂર હોય છે, વાતમાં સો ટકા સત્ય પણ હોય છે પરંતુ અમુક વાતમાં આજ પણ રહસ્ય જ છે અને આગળ જતાં આમ જ રહસ્ય જ રહેશે ?
લેખન સંકલન : કીર્તિ ત્રાંબડીયા
દરરોજ સવારમાં આવા અનેક મંદિરોની માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.