૧૪૦૦ વર્ષોથી હવામાં ઝૂલતું મંદિર
જમીનથી પચાસ મીટર ઉપર
આજ એક એવા મંદિરની વાત કરીશું જે ખુબ વિશિષ્ટ છે. ત્યાં કોઈ ચમત્કાર થાય છે કે નહીં તેતો નથી ખબર પરંતુ તે મંદિરની રચના કોઈ ચમત્કારથી પાછળ નથી. આજ સુધીમાં તમે જેટલા પણ મંદિરો જોયા તે બધાં જમીન પર કે પહાડને આધારે હોય છે. પરંતુ આજ જે મંદિરની વાત કરીએ છીએ તે હવામાં લટકતું મંદિર છે. ૧૪૦૦ વર્ષોથી હવામાં ઝુલતું કહી શકો છો. તેની રચના જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે આ ખરેખર હવામાં ઝુલતું મંદિર છે.આ મંદિરની રચના સીધી પહાડી પર કરવામાં આવેલ છે. પરંતુ તેમનું બાંધકામ એ રીતે છે જાણે તે કોઈપણ પ્રકારના સહારા વગર હવામાં લટકતું હોય. તેની આ ખાસયિતને કારણે આ મંદિર પુરા ચીનમાં પ્રખ્યાત છે. તેજમ ચીનમાં જાવા વાળા દરેક ટુરીસ્ટ આ મંદિરને જોવાની ઈચ્છા રાખે છે.
ચીનમાં શાનસીના તાથુંગ શહેરની બાજુમાં આ મંદિર બનાવેલ છે. આ બૌદ્ધ, તાઓ, કંફયુસિયસ જેવા અલગ અલગ ધર્મોની પરંપરાનું મિશ્રિણ કરીએ એક મંદિર બનાવેલ છે. આ મંદિર બહારથી એકદમ સુંદર, મનને ખુશ કરી દેતું છે. જે એકદમ પહાડીઓની વચ્ચે બનેલું છે. મંદિરની બન્ને બાજુ સો મીટર ઉચી શીલાઓ સીધી ઉભી છે. આ મંદિરનું નિર્માણ એવી જ એક પચાસ મીટરની ચટ્ટાન ઉપર બનાવેલું છે. જેથી એવું લાગે છે કે, આ મંદિર હવામાં લટકે છે. ચીનનું આ મંદિર ખરેખર અદભુત છે. તેમજ તેમની નકશીકામ પણ કાબીલેતારીફ છે.
આ મંદિર લાકડીઓના સહારે ઉભું છે. મંદિરની ઉપર જે શીલા છે તેનો એક ટુકડો એવી રીતે બહારની બાજુ છે કે બહારની જોતાં એવી રીતે લાગે કે, હમણાં મંદિર પર પડશે. હવામાં લટકતા આ મંદીરમાં એક ભવ્ય મંદિર સાથે ચાલીસ મોટા ખંડો છે મંદીરમાં અંદર ચાલવાથી લાકડાનો અવાજ આવે છે પણ આજ સુધીમાં કોઈપણ પ્રકારની દુર્ધટના થઈ હોય એવી કોઈ જાણકારી છે નહી. આ મંદિર જમીનથી પચાસ મીટર ઉપર છે તેથી ચોમાસામાં આવતાં વરસાદી પુરથી પણ હંમેશા સહીસલામત રહે છે. તેમજ તેની આજુબાજુ પહાડી હોવાથી મંદિરમાં તડકો ક્યારેય આવતો નથી.
આ મંદીરમાં ત્રણ ક્લાક જ તડકો રહે છે. આ મંદિરની વિશેષ પ્રકારની મજબુત અને લચીલી લાકડીયોની ઉપર ઉભું છે. જોઇને તો એવું લાગે છે સામાન્ય તોફાન પણ આ મંદિરને પાડી દેશે પરંતુ ૧૪૦૦ વર્ષોથી અડીખમ ઉભેલ મંદિરે અનેક તોફાનોમાં અડગ ઉભું છે.
લેખન : કીર્તિ ત્રાંબડીયા
દરરોજ આવી અનેક અલગ અલગમંદિરોની અને અવનવી જગ્યાઓની માહિતી માટે લાઇક કરો અમારું પેજ.