ખરેખર ફ્રિજમાં કેળા રાખવા જોઈએ કે નહિ અને રાખવાથી શું થશે ફાયદો કે પછી નુકશાન

ફળ અને શાકભાજીને સાચવવા માટે આપણે ફ્રીઝ નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ થોડી શાકભાજી અને ફળો એવા પણ હોય છે જેને ફ્રિજમાં રાખવા હિતાવહ હોતા નથી. આવું જ એક ફળ છે કેળા. કેળા લગભગ બારે માસ જ સરળતાથી મળી આવે છે. તેની કિંમત પણ ખૂબ નજીવી હોય છે. જેથી ગરીબથી માંડીને પૈસા વાળા દરેક લોકોને તે પરવડે છે. આપણે સફરજન દ્રાક્ષ અને દાડમ સાથે કેળા ને પણ ફ્રીજમાં મૂકીએ છીએ. પરંતુ આવું કરવું જોઈએ નહીં. કારણકે કેળા ને ફ્રીજ માં મૂકી દેવાથી તે ખરાબ થવા લાગે છે.

તમે જણાવી દે કે કેળાનું ઉત્પાદન ઉપોષ્ણ એટલેકે (Sub Tropical) જળવાયુમાં થાય છે. અને આ જળવાયુ અમુક સમય ગરમીમાં અને બાકીના સમય ઠંડીમાં હોય છે. ળા ઓછા તાપમાન એટલેકે ઠંડીને સહન કરી શકતું નથી. અને ઠંડીમાં ખરાબ થઈ જાય છે.

તમે જોયું હશે કે જ્યારે તમે કેળાને ફ્રીજમાં રાખો છો ત્યારે તે કાળુ પડવા લાગતું હોય છે. સમય જતાં તે ઓછું પડવા લાગે છે અને તેનું સેવન કરવાથી ઘણું નુકશાન થતું હોય છે. આ પ્રકારના ખરાબ થઈ ગયેલા કેળા ની અંદર ઓક્સીડેજ નામનું એન્ઝાઇમ પણ ઉત્પન્ન થાય છે. જેના કારણે કેળાની છાલ ધીમે-ધીમે ખાલી પડવા લાગે છે. અને તે લાંબો સમય રહેવાથી ઝેર બની જતું હોય છે.

Comments

comments


4,318 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 1 =