લીંબુ, વિટામિન્સથી ભરપૂર એવું સુપર ફૂડ, કોના ઘરમાં ન હોય ! તમને લીબુંના આ ફાયદાઓતો ખબર જ હશે કે તે વજન ઘટાડવામાં, શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળવામાં તેમજ ત્વચાને ચમકાવા ખૂબ જ મદદરૂપ સાબિત થયેલ છે. ‘ચા’થી માંડીને જ્યુસ સુધી, એમ દરેક જગ્યાએ લીંબુ વપરાય છે અને તેના ફાયદાઓ સાથે લઈને આવે છે.
આજે અમે લીંબુના એવા કેટલાક ફાયદાઓ લઈ આવ્યા છીએ જે વિશે તમને ખબર હોવી જ જોઈ.
૧. લીંબુમાં વિટામીન C ખૂબ જ ઊંચી માત્રામાં હોય છે જે પાચન પ્રક્રિયા સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત લીંબુ લોહી શુદ્ધીકરણ તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.૨. મધ અને હુંફાળા પાણી સાથે લીંબુ ખાવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. સાથે સાથે ગળાની ખરાશ પણ દૂર થાય છે.
૩. લીંબુને ઓલીવ ઓઈલ સાથે ભેગું કરી તેને નખ ઉપર લગાવાથી નખને તૂટતો રોકી શકાય છે તેમજ તે વધુ સફેદ થાય છે.૪. લીંબુ ચહેરા માટે ફાયદાકારક છે. કરચલીઓ દૂર કરવા લીંબુના થોડા ટીપાની સાથે સાથે મધ અને બદામનું તેલ ઉમેરી ફેસપેક બનાવો અને તેનેચહેરા અને ગળા ઉપર ૫ મિનીટ સુધી લગાવી ધોઈ નાખો.
૫. જો તમારા વાળ, ખૂબ જ વધુ પ્રમાણમાં ખરે છે તો તે માટે લીંબુ અને વિનેગારનું મિશ્રણકરી તેને માથાની ચામડી ઉપર લગાડો. ૫-૧૦ મિનીટ પછી ધોઈ નાખો.