આજે આપણે બનાવીએ ફેમસ ગુજરાતી ફરસાણ “ખાંડવી “, ખમણ ,પાત્રા ,ખાંડવી આ બધા ફરસાણ લગભગ બધાને ખૂબ જ ભાવતા હોય છે પછી એ ગુજરાતી હોય કે નોન ગુજરાતી બધાનું આ ફેવરીટ ફૂડ છે તો આજે સરસ સોફ્ટ બહાર જેવી ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું.
રીત :
- 1) ૧ કપ બેસન,
- 2) ૧ ક્પ પાણી,
- 3) ૩/૪ કપ દહીં,
- 4) ૧/૨ ચમચી મીઠું (સ્વાદ પ્રમાણે),
- 5) ૧/૪ ચમચી હળદર,
- 6) ૧ ચમચી વાટેલા લીલા મરચા,
- વઘાર માટેની સામગ્રી,
- 1) ૧-૧/૨ ચમચી તેલ,
- 2) ૧ ચમચી રાઈ,
- 3) ૧ ચમચી તલ,
- 4) ચપટી હિંગ,
- 5) લીલા મરચા,
- 6) સુકું લાલ મરચું,
- 7) મીઠો લીમડો,
- ગાર્નીશિંગ માટે,
- 1) લાલ મરચું,
- 2) સમારેલી કોથમીર,
- 3) લીલું ટોપરું,
સામગ્રી :
1) સૌથી પહેલા એક વાસણ માં ૧ થી ૬ નંબર ની સામગ્રી મિક્ષ કરી હેન્ડ બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.
2) એક નોન સ્ટીક ની કડાઈ માં તેને મીડીયમ ગેસ પર ગરમ થવા મુકો અને સતત હલાવતા રહો.
3) ૧૦-૧૧ મિનીટ પછી આ રીતે ડીશ ની પાછળ થોડું બેસન પાથરી એનો રોલ વળી ચેક કરો (જો રોલ ના વળે તો ૧ -૨ મિનીટ ચઢવા દેવું )
4) સ્ટીલ ની થાળી ની પાછળ તેલ લગાવી તૈયાર ખીરુંનું પાતળું લેયર કરી દો અને ૨-૩ મિનીટ માં ઠરી જાય એટલે કટ કરી લો (પાથરવાની પ્રોસેસ થોડી સ્પીડ માં કરવી જેથી ખીરું ઠંડુ ના થઈ જાય )
5) આ રીતે ટાઈટ રોલ વાળો.
6) તેલ ગરમ કરવા મૂકી તેમાં વઘાર ની સામગ્રી એડ કરી દો.
7) ખાંડવી ની ઉપર લાલ મરચું છાંટી દો અને તૈયાર કરેલો વઘાર એડ કરો
8) ખાંડવી ની ઉપર સમારેલી કોથમીર અને છીણેલું ફ્રેશ ટોપરું એડ કરી સર્વ કરો
નોંધ – ખાંડવી બનાવવા બેસન જ વાપરવું ,દહીં અને પાણી ના બદલે છાશ લઈ શકાય ,ખાંડવી થોડા થોડા પ્રમાણ માં બનાવવી જેથી તેનું મિશ્રણ ઠરી ના જાય જો ઠરી જાય તો એ સરસ રીતે પથરાય નહી ,વઘાર માં સીંગતેલ વાપરશો તો ટેસ્ટ વધુ સારો લાગશે
સૌજન્ય : શ્રીજી ફૂડ