ફક્ત 15 મિનિટમાં બનાવો ડીલિશ્યસ કેસર પિસ્તા ફિરની..

મિત્રો, કેસર પિસ્તા ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લિકવિડ ડીશ છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર પંદર મિનિટમાં જ બનાવી શકાય છે. તો આજે હું ફિરની બનાવવાની સાવ સરળ રીત બતાવવા જઈ રહી છું. તો ચાલો બતાવી દઉ ફિરની બનાવવાની રીત.

સામગ્રી :

  • Ø 1/2 કપ રાંધેલા ભાત,
  • Ø 1/2 કપ ખાંડ,
  • Ø 4 થી 5 નંગ બદામ,
  • Ø 4 થી 5 નંગ પિસ્તા,
  • Ø 20 કળી કેસર,
  • Ø 20 ગ્રામ મિલ્ક પાવડર,
  • Ø 1 લિટર દૂધ.

તૈયારી :

  • બદામ તેમજ પિસ્તાની ઝીણી કાતરી કરી લો.

રીત :

કેસર પિસ્તા ફિરની બનાવવા માટે સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં દૂધ ગરમ કરવા મુકો. મેં અમુલ ગોલ્ડ લીધું છે, કોઈપણ વધુ ફેટવાળું દૂધ લઈ શકાય. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખીને સતત હલાવતા રહી દૂધ ઉકાળવું.

જ્યાં સુધી દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં મિક્સર જારમાં રાંધેલા ભાત, મિલ્ક પાવડર અને અડધો કપ દૂધ નાખીને ક્રશ કરી લો. એકદમ સ્મૂથ ફાઈન પેસ્ટ બનાવવાની છે.દૂધ 5 મિનિટ ઉકાળ્યા બાદ તેમાં ખાંડ અને રાંધેલા ભાત તથા મિલ્ક પાવડરની પેસ્ટ ઉમેરવી. હલાવીને સરસ રીતે મિક્સ કરી લો.કડાઈની સાઈડમાં જે મલાઈ જામી જાય તેને હલાવીને દૂધમાં મિક્સ કરી દેવી. આ મલાઈ ફિરનીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવે છે. ફરી 5 મિનિટ માટે ઉકાળવું.5 મિનિટ પછી તેમાં પિસ્તા, બદામ અને કેસર અડધી ક્વોન્ટીટીમાં ઉમેરો, અડધું કેસર તથા અડધી બદામ અને પિસ્તાની કતરી ગાર્નિશિંગ માટે બચાવો. આ રીતે અગાઉ બદામ અને પિસ્તાની કતરી ઉમેરવાથી તેનો સ્વાદ ફિરનીમાં બેસી જાય છે અને કેસર ફિરનીને સરસ ક્રીમી કલર આપે છે.

હવે 5 મિનિટ માટે ફરી ઉકાળવું, ત્યારબાદ ફિરનીનું સ્ટ્રક્ચર સરસ ઘટ્ટ, દાણેદાર અને ક્રિમી બની જાય છે. હવે ફિરની ઓલમોસ્ટ તૈયાર છે. સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને ફિરનીને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ઉપરથી બદામ, પિસ્તાની કતરી અને કેસરથી ગાર્નીશ કરો. ઠંડી પડ્યા પછી તેને રેફ્રિજરેટરમાં રાખીને ઠંડી કરો. ઠંડી-ઠંડી સર્વ કરવાથી ફિરની ઔર ટેસ્ટફૂલ લાગે છે.
ફ્રેન્ડ્સ, છે ને ફટાફટ બનતી લિકવીડ સ્વીટ ડીશ. ક્યારેક એવું બને કે અચાનક કોઈક મહેમાન આવી જાય તો આવા સમયે આ ફિરની બેસ્ટ વિકલ્પ છે. અથવા તો રાંધેલા ભાત વધ્યા હોય તો તે યુઝ કરીને આવી ટેસ્ટી ડીશ બનાવીને મહેમાનોનું સ્વાગત કરી શકાય અને બહારની મોંઘી સ્વીટ લાવવાનો ખર્ચ પણ બચાવી શકાય.

મિલ્ક પાવડર ફિરનીને ઘટ્ટ તો બનાવે છે સાથે સાથે રિચ ટેસ્ટ પણ આપે છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે, આવી ડિલિશિયસ સ્વીટ ડીશ ઘરે બનતી હોય તો હવે બહારથી લાવવાની જરૂર નથી. હું તો બનાવું છું, હવેથી આપ પણ બનાવજો.

નોંધ :

ટેસ્ટ વેરિએશન માટે આપેલ માપ સાથે 1/4 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડરને 2 ટેબલ સ્પૂન મિલ્કમાં ઘોળીને સાતેક મિનિટ પછી ઉમેરી શકાય.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Comments

comments


3,265 views

Leave a Reply

Your email address will not be published.


9 + = 13