કેરી ની આ સિઝનમાં આ રીતે બનાવો કાચી કેરીનો સંભાર, ખાઈને તમારું દિલ પણ જૂમી ઉઠશે

મિત્રો હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે. ઉનાળો આવે એટલે દરેક લોકોના મનમાં એક જ વસ્તુ દેખાવા લાગે છે. અને તે છે કેરી, બહુ ઓછા લોકો એવા હશે કે જેને કેરી ખાવી ગમતી ન હોય. કેરીનું નામ સાંભળીને જ મોમાં પાણી આવતું હશે. આજે આપણે કાચી કેરીના સંભાર વિશે વાત કરવાની છે. આમ તો દરેક ઘરમાં સાઉથ ઇન્ડિયન સંભાર બનતો હોય છે. પરંતુ આજે અમે તમને કાચી કેરી ને સંભાળ વિશે જણાવીશું.

  • જરૂરી સામગ્રી
  • એક કપ અડદની દાળ
  • એક કાચી કેરી
  • એક ડૂંગળી
  • લસણ, આદુ, મરચાની પેસ્ટ,
  • એક ચમચી જીરૂ
  • એક ચમચી હળદર
  • એક ચમચી સંભાર મસાલો
  • વઘાર માટે સુકો મસાલો: તમાલપત્ર, સુકા મરચા, મરી, લવીંગ, તજ
  • મીઠુ સ્વાદ અનુસાર તેલ જરૂર મુજબ

વઘાર માટે ની વસ્તુઓ

એક ચમચી રાઈ, બે ચમચી અડદ દાળ, સુકુ લાલ મરચુ, ચપટી હિંગ, લીંબડાના પાન

બનાવવાની રીત
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સંભાળ નો ઉપયોગ ઈડલી કે ઢોસા સાથે થતો હોય છે. સંભાર વગર સાઉથ ઇન્ડિયન ની ડીશ અધૂરી લાગે છે. તો ચાલો જાણીએ કાચી કેરી નો સંભાર કેવી રીતે બનાવીશું. સૌપ્રથમ એક કુકર લઈને તેની અંદર અડદની દાળ હળદર અને નમક નાખીને પાંચ સીટી વગાડી લો.

ત્યારબાદ એક પેન લઈને તેમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઈ ગયા બાદ તેની અંદર સુકા મરચા, રાઈ,અડદની દાળ અને જીરૂ ઉમેરી દો. સારી રીતે રાય તતડી ગયા બાદ તેની અંદર ડુંગળી, અને લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેની અંદર કાચી કેરી અને હળદર ઉમેરી દો. થોડું પાણી પણ નાખી શકો. કેરી પોચી થઇ ગયા બાદ સંભાર મસાલો ઉમેરો. સંભાળ સારી રીતે ઉતરી ગયા બાદ તેની અંદર કોથમીર ઉમેરી દો અને ગેસ બંધ કરો.

વઘાર કરવા માટે સૌ પ્રથમ એક પેન લઈને તેની અંદર તેલ ગરમ કરો. ત્યારબાદ તેની અંદર રાય, લીલુ મરચુ, લીમડાના પાન, હિન્દી અને અડદની દાળ ઉમેરી દો. રાઈ સાંતળી જાય ત્યારબાદ સંભાર ને હલાવી લો. તૈયાર છે તમારો કાચી કેરીનો ગરમાગરમ સંભાર.

Comments

comments


3,361 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 5 =