Courtesy : Satyen Gadhvi ની કલમે
એ હાલો વાળુ કરવા
આજ વાળા માં બાજરી નો રોટલો, તીખી તમતમતી.. ધમધમતી કઢી, લીલા મરચા અને અંતર ને ઠારતી મારી વહાલી વહાલી છાસ…
તાંબા જેવો હાથે ઘડેલો રોટલો અને રોટલો ધરાય જાય એટલું પાયેલું દેશી ગાય નું ઘી..
આ અમારા કાઠિયાવાડ ના આત્મા ને તૃપ્ત કરતા ભોજન સામે 32 ભાત ના કે 56 જાતના ભોજન પીરસેલ રાજથાળ હોય તો પણ ફિક્કો પડે..
આ કાઠિયાવાડી ભોજન ખાઇ ને એટલી તૃપ્તિ અને સંતોષ મળે કે કોઈ સાત જન્મો ના વેર વાળુ વ્યક્તિ સામે આવે તો પણ એને માફ કરી દેવાનું મન થાય..
અતૃપ્તિ સમસ્યા નું મૂળ છે.. અને અતૃપ્તિ વધુ પડતી મહત્વકાંક્ષા થી આવે છે.. અમારે કાઠિયાવાડી લોકો ને જીવન માં બહુ મહત્વકાંક્ષા નથી હોતી.. જીવન માં જે મળ્યું તેનો સંતોષ હોય છે.. બસ બે ટંક નો રોટલો અને તાંસળી ભરી ને છાસ મળી જાય એટલે ઈશ્વર નો આભાર માનવા લાગી જાય..
મતલબ પેટ ની આગ ઠરે એટલે તુરંત ઈશ્વર સાથે connection establish કરવા બેસી જાય..
સંતોષી વ્યક્તિ, gratitude ની ભાવના ધરાવતા વ્યક્તિ ને આંકડા થી મૂલવો તો કદાચ કંગાળ સાબિત થાય.. પણ.. happines ને મુલવો તો અમીરાત ની ખબર પડે..
ખેર, અમારે કહેવત છે.. અન્ન તેવું મન.. સાત્વિક ભોજન સાત્વિક વિચારો ને જન્મ દયે છે..
તમે શું જમ્યા? કોમેન્ટ માં જરૂર લખજો..
Courtesy : Satyen Gadhvi