અત્યારે ભારતની કોઈ પણ થાળી હોય કે કોઈ પણ નાસ્તો એ ચટણી વગર પૂરો થતો નથી અને ભારતીય ભોજનમા અત્યારે ચટણી તો અચૂક હોય જ છે. પણ આ બધાના હાથની ચટણીઓ સારી હોતી નથી અને તેમજ કઈ વસ્તુઓ નાખવાથી તમારી ચટણી એ વધુ સારી બને તે પણ ઘણા લોકોને ખબર હોતી નથી. માટે ત્યારે આવામા જો તમને આ લસણની ચટણી ખાવાનુ મન થયુ છે તો તમે આજે જ બનાવો આ લીલા લસણની ખાટી અને મીઠ્ઠી ચટણી.
ખાટી મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી
૪ થી ૫ કળી લીલુ લસણ
૨ લીલા મરચા
૧ ચમચી ખાંડ
૧ ચમચી લીંબુનો રસ
૨ થી ૩ ચમચી લાલ મરચું પાવડર
૧ નાનો આદુનો ટુકડો
૧ વાટકી ઝીણી સમારેલી કોથમીર
૧ ચમચી ધાણાજીરું પાવડર
સ્વાદ અનુસાર મીઠું
આ ચટણીની સાચી મજા અને અદ્દભૂદ ટેસ્ટ તો ત્યારે જ આવે છે કે જ્યારે તેને મિક્સરમા નહિ પણ તેને ખાન્ડણી થી ખાંડીને બનાવવામા આવે. અને તેથી જ આ બધી સામગ્રી એ ખાંડણીમા ક્રશ કરો. અને ધીમે ધીમે તેને ખાંડણીમા બધી વસ્તુઓ ઉમેરતા જાઓ અને પછી ખાંડતા જાઓ અને છેલ્લે મીઠુ એડ કરો અને વ્યવસ્થિત ખાંડી નાખો જ્યાં સુધી જીણી પેસ્ટ ના બને ત્યાં સુધી, બસ તૈયાર છે તમારી ખાટી મીઠી ચટણી.