આખી ડુંગળીનું કાઠિયાવાડી સ્ટાઇલનું કૂકરમાં શાક. આમ જોઈએ તો કુકરમાં ડુંગળી આખી રહેતી નથી. પણ આજે હું જે રીતે તમને શીખવાડીશ એ રીતે તમે બનાવશો તો ડુંગળી બધી જ આખી રહેશે ને સ્વાદિષ્ટ પણ બનશે. મે ટોપરાના છીણનો અને આખા તાલનો ઉપયોગ કર્યો છે. શાક બનાવવા માટે.જે હેલ્ધી ને પૌષ્ટિક ને શાકને વધુ સ્વાદિષ્ટ બનાવશે. મોટે ભાગે લોકો ડુંગળી આખી ભરીને કરે છે. પણ એમાં મસાલો ભરવા માટે કાપા કરવા પડે છે. જેનાથી ડુંગળી આખી રહેતી નથી. મે ડુંગળીને ભર્યા વગર જ બનાવી છે. જેથી એ આખી રહે ને શાક ખાવામાં પણ મજા આવશે. તો ચાલો આજે બનાવીશું આખી આખી ડુંગળીનું કાઠિયાવાડી સ્ટાઇલનું શાક.
સામગ્રી :
- ચાર કે પાંચ આખી ડુંગળી,
- બે ચમચી, તલ,
- બે ચમચી, ટોપરાનું છીણ,
- શીંગદાણાનો ભૂકો
- લસણની પેસ્ટ,
- સમારેલા મરચાં, કોથમીર
- તેલ
- રાઈ અને જીરું અને હિંગ વઘાર માટે,
- મીંઠું, મરચું, હળદર, ધાણાજીરું, ને ચપટી ખાંડ,
રીત :
બધી જ ડુંગળીના ફોતરાં ઉતારી લો , ને બધી સામગ્રી એકઠી કરી લો. ત્યારબાદ ગેસ પર કુકર મૂકી એમાં તેલ નાખવું. તેલ ગરમ થાય એટ્લે તરત જ રાઈ અને જીરું નાખી દો.
જીરું તતડે એટ્લે એમાં હિંગનો વઘાર કરીને એમાં હળદર ,મરચાં, કોથમીર અને લસણની પેસ્ટ નાખીને એમાં ડુંગળી નાખી દો.ત્યારબાદ એમાં મસાલો, મીંઠું, ધાણાજીરું, ખાંડ, કોથમીર , તલ અને કોપરાનું છીણ અને શિંગદાણાનો ભૂકો નાખો.ને એકદમ હલાવી નાખો.
થોડીવાર માટે બધા મસાલાને તેલમાં ચડવા દો. જેથી શાકનો ટેસ્ટ વધારે આવશે.હવે એમાં એક ગ્લાસ પાણી એડ કરો ને પછી કુકરનું ઢાંકણું બંધ કરી દો,ને બે સીટી વગાડો.
હવે શાક તૈયાર છે. કુકર ઠંડુ થાય એટલે એક બાઉલમાં કાઢી. ગાર્નિસ કરો. આ શાક રોટલી, ભાખરી અને બાજરીના ગરમા ગરમ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
નોંધ : આ આખી ડુંગળીના શાકમાં તમે એમાં બટેકા પણ ઉમેરી શકો છો. તો બની જશે આખી ડુંગળી બટેકાનું શાક.
મે આ શાક કૂકરમાં બનાવ્યું છે. પણ તમે આ શાક કઢાઈમાં પણ બનાવી શકો છો.
રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી ( અમદાવાદ)