જો થયો હોય કપડા પર ડાઘ તો આ રીતે કરી શકાય છે દુર. દરેક માણસ નુ વ્યક્તિત્વ સારા અને સાફ કપડા થી ઊભરી આવે છે. દાગ વાળા કપડા પહેરવા થી સામે વાળા વ્યક્તિ ના મન મા ખરાબ છાપ ઊભી થાય છે. મોઘા કપડા પહેરેલ હોવા છતા ડાઘ લાગે તો આપણે ને તે પહેરવા ગમતા નથી.
આવા ડાઘ ગમે તે વસ્તુ ના હોય પણ તે કપડા ના શો ને બગાડે છે. જેના કારણે આવા કપડા ને ફેકી દેવા પડે છે. આવા કપડા ના ડાઘ કાઢવા અલગ-અલગ પ્રયોગ કરાય છે. પણ જો ડાઘ ન જાય તો તેને વારંવાર ધોવા થી તેના દોરા નબળા પડે છે તેમજ કલર ઊડી જાય છે. જો આવા કપડા પર ડાઘ લાગ્યો હોય તો તે દુર કરવા અને કલર બચાવવા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે.
કપડા ના ડાઘ કાઢવાના ઉપાયો વિશે જાણીએ:
દાંત સાફ કરવા વપરાતી ટ્યુબ થી આ ડાઘ સરળતા થી દુર કરી શકાય છે. પહેલા તો જ્યા ડાઘ હોય તે કપડા પર ટ્યુબ લગાવવી અને સુકાયા બાદ તેને સાફ કરી લેવી. આ ઉપરાંત નેલ પોલિસ ને દુર કરવા વપરાતા દ્રવ્ય થી પણ આ ડાઘ દુર થાય છે. ડાઘ વાળી જગ્યા પર થોડુ આ દ્રવ્ય લગાવી ઘસ્યા બાદ પાણી થી ધોઈ લેવુ. ડાઘ નઈ રહે.
ખાવા મા ઉપયોગી એવા દહી ના પ્રયોગ થી પણ ડાઘ દુર થાય છે. તેના માટે વાટકી મા થોડુ દહી લઈ ડાઘ પડેલા ભાગ ને તેમા બોળી રાખવુ અને તેને હળવે હાથે ઘસવુ. ધીમે-ધીમે ડાઘ દુર થશે. જો તમારા કપડા પર બોલપેન ની સ્યાહી ના ડાઘ લાગ્યા હોય તો તે મીઠા ની મદદ થી સરળતા થી દુર કરી શકાય છે. પણ તેનો પ્રયોગ તરત જ કરવાથી આ ડાઘ દુર થાય છે.
આપણે રોજ ઉપયોગ મા લેતા દુધ ની મદદ થી પણ ડાઘ દુર કરી શકાય છે. રાત્રે દુધ મા પલાળી રાખી બીજા દિવસે તેને કપડા ધોવા ના પાઉડર થી ધોઈ લેવા. તેમજ દુધ ની સાથે કોર્ન સ્ટાર્ચ ભેળવી ને તેને કપડા પર ડાઘ ની જગ્યા પર લગાવવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ધોઈ લેવુ. આ ડાઘ નીકળી જશે.
સાદા કપડા પર જો અન્ય કલર ના ડાઘ લાગી ગયા હોય ત્યારે સેંડપેપર ની મદદ થી તેને દુર કરી શકાય છે. આ ડાઘ પર ફક્ત સેંડપેપર ને ઘસવા નુ હોય છે. તે ઉપરાત વાસણ ઘસવા ના સાબુ ની મદદ થી પણ આવા ડાઘ દુર કરી શકાય છે.
જો ડાઘ સામાન્ય હોય તો તેને નવશેકા પાણી થી પણ કાઢી શકાય છે. આખી રાત એક પાત્ર મા ગરમ પાણીમા આ ડાઘ લાગેલ કપડા ને બોળી રાખવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ઘસવુ. આ ઉપરાંત તમે ખાવા ના સોડા નો પ્રયોગ તેલ ના ડાઘ દુર કરવા થાય છે. થોડા પાણી મા આ સોડા નાખી એક પેસ્ટ બનાવી ડાઘ પર લગાવવી અને સુકાય ગયા બાદ તેને વોશ કરી લેવા.
તેલ જેવા હઠીલા ડાઘ દુર કરવા માટે ચહેરા પર લગાવવા મા આવતા પાઉડર નો ઉપયોગ કરી દુર કરી શકાય છે. પાઉડર તેલ ને શોષી લેવા નુ કામ કરે છે. આ પાઉડર ને અડધી કલાક ડાઘ પર રહેવા દઈ બ્રશ ની સહાયતા થી દુર કરો. અને પાણી થી ધોઈ લો. ધીમે-ધીમે ડાઘ દુર થઈ જાશે. તો આ પ્રમાણે તમે તમારા કિમતી કપડા પર ના ડાઘ અને ધાબા દુર કરી શકો છો.