જયારે પણ ગણપતિ દાદાના દર્શન કરતા હોય ત્યારે ના કરો આ ભૂલો નહીતર ભોગવવી પડશે મોટી મુશ્કેલીઓ

હિન્દૂ ધર્મ મુજબ ત્રેતીસ કરોડ દેવતાઓ મા ગણપતિ દાદા નુ સ્મરણ તેમજ પ્રથમ પૂજન કરવામાં આવે છે. તેમનુ બીજું નામ વિઘ્નહર્તા પણ છે જેથી એવું મનાય છે કે જો કોઈ વ્યક્તિ ઉપર ભગવાન ગજાનન ની કૃપા થઇ જાય છે તેના જીવન ની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. તેમને સુખ-સમૃદ્ધિ ના દાતા માનવામા આવે છે. તેમજ કોઇપણ શુભ કાર્ય નો પ્રારંભ તેમના થી જ કરવામા આવે છે.

ગણપતી દાદા ના દર્શન માત્ર થી તમામ દુખ ભાંગી ને ભુક્કો થાય છે પરંતુ તેમના દર્શન કરતા સમયે ભક્તોએ અમુક વસ્તુઓ નુ ધ્યાન રાખવાની જરૂર હોય છે નહીતર કરવો પડે છે મોટી તકલીફો નો સામનો. તો ચાલો આજે આ આર્ટીકલ ના મદદ થી જાણીએ કે કઈ-કઈ ભૂલો દાદા ના દર્શન કરતી વેળાએ ના કરવી જોઈએ.

ભારત ના વેદ-પુરાણો મુજબ દર્શાવવા મા આવ્યું છે કે ગણપતિ દાદા ના શરીર ના બધા જ અંગો અલગ-અલગ વસ્તુઓ નુ સુચન કરાવે છે જેમ કે તેમના કાનો પર ઋચાઓ, ડાબો હાથ મા વરદાન, જમણા હાથ મા ધાન, પેટ મા સુખ-સમૃદ્ધિ, તેમની નાભિ બ્રહ્માંડ, આખો મા લક્ષ્ય, પગ સાતેય લોક તેમજ મસ્તક બ્રહ્મલોક નો વાસ માનવામાં આવે છે. આ રૂપ મા તેમના પેટ ના દર્શન ને શુભ મનાય છે જયારે તેમની પીઠ ના દર્શન ને અશુભ માનવામા આવે છે.

ભગવાન ગજાનન ની પીઠ ના દર્શન કરવાથી ઘર મા ગરીબી ને આમંત્રણ મળે છે. માણસ નુ સદ્ભાગ્ય દુર્ભાગ્ય મા પરિવર્તિત થવા લાગે છે તેનુ ભાગ્ય પણ તેનો સાથ છોડી દે છે. તેમની પીઠ ના દર્શન થી ધન સંબંધિત મુશ્કેલીઓ વધે છે અને બીજી ઘણી વસ્તુઓ મા પરેશાની ભોગવવી પડે છે.

જયારે તેમની પીઠ ના દર્શન કર્યા બાદ કોઇપણ માણસ કોઈ સારા કાર્ય માટે ઘરે થી બહાર જતો હોય તો તેને તે કાર્ય મા સફળતા મળતી નથી. આ સાથોસાથ વ્યક્તિ ને માન હાની તેમજ પોતાના કાર્ય ક્ષેત્ર મા અપમાન ભોગવવું પડે છે. શાસ્ત્રો મા પણ જણાવ્યું છે કે તેમની પીઠ ના દર્શન કરવાથી વ્યક્તિ ની કુંડળી મા દોષ આવી જાય છે અને તેને ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે.

જ્યારે આપડા ઘરે ગણપતિ દાદા ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવે ત્યારે પણ આ વાત નુ ખાસ ધ્યાન રાખવું કે તેમનું મુખ સદેવ દક્ષિણ અથવા પશ્ચિમ દિશા ની સામે હોવું જોઇએ. આ રીતે સ્થાપિત કરેલ મૂર્તિ થી ઘર મા સુખ-સમૃદ્ધિ નો વધારો થશે. તેમજ જો આ મૂર્તિ તેના વિપરીત દિશા મા હશે તો ઘણી તકલીફો નો સામનો કરવો પડી શકે છે. ઘર ના મુખ્ય દ્વાર પર રાખવામાં આવતું ચિત્ર અથવા મૂર્તિ ને આગળ-પાછળ બન્ને બાજુ મૂર્તિ રાખો જેથી તેમની પીઠ નો ભાગ ઘર પર ના પડતા એકબીજા થી અડીને રહે તેથી વાસ્તુદોષ નડતો નથી.

Comments

comments


3,607 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 7 =