જો તમારી પાસે હોઈ દીકરી તો સરકાર આપશે તમને ૫૧ હજાર રૂપિયા, જાણો પૈસા મેળવવા માટેની શરત.

ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સરકાર દ્વારા હાલમાં જ સાદી શગુન નામની એક યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત સરકારે અનેક ક્રાંતિકારી નિર્ણય કર્યા છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા હાલમાં જ એવા નિર્ણયો કરવામાં આવ્યા છે જેની અંદર અલ્પસંખ્યક સમુદાયો ની દીકરીઓને આ યોજના અંતર્ગત ૫૧ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. જેની અંદર સરકાર દ્વારા અલ્પસંખ્યક છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી ને ભણતર માટે નો ખર્ચો પણ આપવામાં આવશે.

હકીકતમાં ગૃહ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર ભારત દેશની અંદર અલ્પસંખ્યક વ્યક્તિઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અને તેમાં પણ જો વાત કરવામાં આવે અલ્પસંખ્યક મહિલાઓની તો તેની પરિસ્થિતિ ખૂબ જ દયાજનક છે. અલ્પસંખ્યક છોકરીઓને પોતાની ઘરની પરિસ્થિતી ખરાબ હોવાના કારણે પોતાનું ભણતર અડધેથી છોડી દેવું પડે છે. અને પોતાનું આગળનું ભણતર પણ ભણી શકતી નથી. ઘણી છોકરીઓ એવી છે કે જેને નાની ઉંમરમાં જ વિવાહ કરી દેવામાં આવે છે. અને આ ઉપરાંત તેની અંદર અને પ્રકારના કુરિવાજો ફેલાયેલા છે.

પરંતુ હાલમાં સરકાર દ્વારા એક એવી યોજના બહાર પાડવામાં આવી છે, જેના આધારે જ અલ્પ સંખ્યક સમુદાયની કોઈ પણ છોકરી ના લગ્ન કરવામાં આવે તો તેના માટે સરકાર દ્વારા ૫૧ હજાર રૂપિયાની ધન રાશી ની સહાય કરવામાં આવશે. આ રાશિનો કોઈપણ રીતે દુરુપયોગ ન થાય તે માટે સરકાર દ્વારા અમુક નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. જેની અંદર સર્વપ્રથમ નિયમ એ છે કે આ રાશિ માત્ર અને માત્ર અલ્પસંખ્યક સમુદાયની દીકરીઓને જ મળશે.

આ પૈસા છોકરીઓને તેના આગળના ભણતર માટે મળવાના છે. જેની અંદર તેના સ્કૂલની ફી હપ્તે-હપ્તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આ સ્કીમનો લાભ માત્ર એવા જ પરિવારને મળશે કે જે પરિવારની એક મહિનાની આવક બે લાખ કરતા ઓછી હોય. આ યોજના ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે સરકારી કેન્દ્રમાં અથવા તો અલ્પસંખ્યક વિકાસ મંત્રાલયની વેબસાઇટ ઉપરથી આ યોજનાની વિશે જાણકારી મેળવી શકો છો.

હાલમાં સરકાર દ્વારા લેવામાં આવેલું આ ક્રાંતિકારી પગલું દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેમાં પણ અલ્પ સંખ્યક સમુદાયની છોકરીઓ માટે આ યોજના વરદાનરૂપ સાબિત થશે. કેમ કે, આ સમુદાયની છોકરીઓની સ્થિતિ જોઇને તમને પણ તેના ઉપર દયા આવી જાય છે. આ યોજના દ્વારા આ સમુદાય ની છોકરીઓ અને તેના પરિવારને ઘણો ફાયદો થશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Comments

comments


3,445 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 1 =