એગ્ઝામ હોલમા….
રમ્લો : અય, ત્રીજા સવાલનો જવાબ બતાય ને જરા…
રમ્લી : નથી ખબર!
રમ્લો : હાલ વાંધો નય, પાંચમાનો બતાય…
રમ્લી : નથી આવડતો….!!
રમ્લો : સાતમાનો?
રમ્લી : નહીં….
રમ્લો : દસમો, અગિયારમો કે બારમાનો….??
રમ્લી : નાં લ્યા, આમાંથી એકેય નો નહીં આવડતો…
રમ્લો : નવરીની, જો રિઝલ્ટમા તારા ૮૦% આવ્યાં ને તો ક્રાઇમ પેટ્રોલમા તારા મર્ડરનો એપિસોડ આવી જાશે યાદ રાખજે….!!
*********************
“પુરુષો નહીં બદલાય”
એક છોકરીએ બસ સ્ટોપ પર ઊભેલા એક છોકરાને શરમાતા કહ્યું “મને તમે બહુ ગમો છો!!.”
છોકરો : આ પ્રેમ બ્રેમની વાતો રહેવા દો… ભણવામાં મન લગાવો… ને તેમાં મન ન લાગતું હોય તો આ ચિઠ્ઠીમાં લખેલા મંત્ર રોજ સવાર સાંજ વાંચો. છોકરાના ગયા પછી છોકરીએ ચિઠ્ઠી વાંચી જેમાં લખ્યું હતું.
“અરે ગાંડી મરાવશે કે શું… પાછળ મારી પત્ની ઊભી છે.
આ મારો ફોન નંબર છે સેવ કરી લે અને હા
આઇ લવ યુ ટુ”
*********************
પત્ની : આ વીકમાં રોજ મુવી જોઈશું,
આવતા વીકમાં રોજ શોપિંગ કરીશું
પતિ : પછીના વીકમાં રોજ મંદિર
જઈશું.
પત્ની : કેમ ડાર્લિંગ?
પતિ : ભીખ માંગવા…