એક દાદીમા જૂનાગઢ થી રાજકોટ જતી બસ માં ચડ્યા…
કંડકટર ને કહ્યું જેતપુર આવે એટલે ઉભી રાખજો…
કંડકટર વાત વાત માં ભૂલી ગયો ને જેતપુર થી આગળ નીકળી ગઈ બસ
માજી: બેટા જેતપુર આવ્યું.?
કંડકટર: માજી જેતપુર તો ક્યાર નું વયુ ગયું..
માજી રડવા જેવા થઇ ગયા અને કહ્યું : બસ પાછળ લો હવે કહ્યું તું ને જેતપુર રાખજો..
માજી ને રડતા જોઈ બધાએ વિનંતી કરી તો બસ પાછળ લીધી..
જેતપુર પહોંચી કંડકટર બોલ્યો માજી આવી ગયું જેતપુર ઉતરી જાવ..
માજી એ એક દવા ની ગોળી કાઢી ખાઈ ગયા અને બોલ્યા..
“ડોક્ટરે કહ્યું તું જેતપુર પહોંચી લઇ લે જો દવા.. બાકી મારે તો રાજકોટ જવું છે”
હાકો હવે બસ….
**********************
સમગ્ર રસાયણ શાસ્ત્રને ઘ્રુજાવી નાખ્યું
શિક્ષક: કયા પ્રવાહીને ઘન પ્રવાહી અને
ઘન પદાર્થોમાં ભેગા કરવાથી
ઝડપથી વાયુ બને છે?
.
.
.
.
.
પપ્પુ: ‘રસાવાળા બટેકા’
**********************
ટીચર: તમારા પિતા ક્યાં રહે છે?
વિદ્યાર્થી: તિરવેન્દરમ
ટીચર: સ્પેલિંગ બોલ
વિદ્યાર્થી: સર, તેઓ આજકાલ ગોવા શિફ્ટ થઇ ગયા છે.