જો જન્મતાની સાથે જ તમારા પગમાં હોય આ લક્કી નિશાન, તો તે તમને બનાવી શકે છે ધનવાન

મિત્રો , આપણો દેશ એ પ્રાચિન સંસ્કૃતિ તથા સભ્યતા ધરાવતો દેશ છે. અહી અનેકવિધ પ્રાચિન ગ્રંથો , પુરાણો તથા શાસ્ત્રો ની ભેટ સમાયેલી છે. તેમાનુ એક શાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર મા હસ્તરેખા ના વિજ્ઞાન નુ એક અનેરુ મહત્વ છે તેવુ જ મહત્વ પગ ની બનાવટ તથા પગ ના તળિયા મા રહેલી રેખાઓ તથા ચિહ્નો નુ છે. હસ્તરેખા ના ઘણા શાસ્ત્રો મા પગ મા મૌજુદ રેખાઓ તથા ચિહ્નો નો ઉલ્લેખ કરવા મા આવ્યો છે.

પ્રભુ વિષ્ણુ ને પગ મા મૌજુદ જીન ચિહ્નો મા અત્યંત શુભ ગણવા મા આવે છે. આ ચિહ્ન જે કોઈ વ્યક્તિ ના પગ મા મૌજુદ હોય તે અત્યંત ભાગ્યશાળી વ્યક્તિત્વ ધરાવતો હોય છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ પગ મા પ્રભુ શ્રી રામ , મહાત્મા બુધ્ધ તથા મહાવીર જેવી ઉચ્ચ વ્યક્તિઓ ના ચિહ્નો હોય તેમના જીવન મા ક્યારેય પણ નાણા ની અછત સર્જાતી નથી.

આ ઉપરાંત જે વ્યક્તિ ના પગ ના તળિયા મા સૂર્ય , કમળ , છત્રી , ધ્વજ , લાભ-શુભ , માછલી , અર્ધ ચંદ્ર , શંખ વગેરે જેવા ચિહ્નો હોય છે તે સમાજ મા અપાર માન-સન્માન તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તે સમાજ મા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઉભરી આવે છે. આ ઉપરાંત તેમના જીવન મા ક્યારેય પણ સુખ-સમૃધ્ધિ ની કમી રહેતી નથી.

આ સાથે જે વ્યક્તિ ના પગ ના તળિયા મા અંકુશ, કુંડળ અથવા ચક્ર ના નિશાન હોય તે વ્યક્તિ અધિકારી, નેતા અથવા મોટો બિઝનેસમેન બને છે. જેનો ઉલ્લેખ સામુદ્રિક શાસ્ત્ર ની રચના કરનાર મહર્ષિ સમુદ્ર દ્વારા કરવામા આવેલ છે. ભારત ના આવા સમૃદ્ધ શાસ્ત્રો માનવી ના જીવન અને તેના ભવિષ્ય થી લગતુ તમામ માહિતી આપી શકે તેમ સક્ષમ છે.

Comments

comments


3,363 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 4