જો બદામ ને આવીરીતે ખાશો તો ખુબજ ખરાબ પરિણામ ભોગવવું પડશે

આપણે જાણીએ છીએ કે બાદમ ખાવી આપણા શારીરિક અને માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે પરંતુ ઘણી વાર લોકો બાદમ ખાવામાં ઘણા પ્રકારની લાપરવાહી કરતા હોય છે કે જેનાથી તેમના સ્વાસ્થ્ય ને નુકશાન પહોચે છે. ખાસ કરીને જે લોકો બદામ ને ચાવી ને ખાય છે તેમને જરૂર બાદમ નું સેવન સાવધાની થી કરવું જોઈએ.

ઘણી વાર આપણે બહારથી અથવા પેકેટ વાળી બદામ લાવીએ છીએ તો ઘણીવાર આપણે આળસ માં એ પેકેટ ની એક્પાઈરી ડેટ નથી જોતા અથવા તેના ખોટા પેકેજીંગ પર ધ્યાન નથી આપતા પરંતુ તમને જણાવી દઈએ કે આવા પેકેટ બદામ પૂરી રીતે સુરક્ષિત નથી હોતા. કેમકે તેમાં ઘણી વાર કીડા પણ નીકળે છે. અને જોયા વિના જ બાદમ ખાઈ લઈએ તો આ કીડા પણ આપણા પેટમાં જાય છે.

આ કીડા ના કારણે આપણા પેટમાં ખુબજ નુકશાન થાય છે અને એવું પણ બની શકે કે એના કારણે આપણા પેટમાં ઇન્ફેકશન પણ લાગી શકે છે. તેથી આપણે જયારે પણ બદામ ખાઈએ તો તેને એક વાર ચેક કરીને વ્યવસ્થિત જોઇને પછી જ ખાવી જોઈએ.

બદામ માં કીડા છે કે નહિ એ વાત ની જાણવી એ થોડું મુશ્કેલ કામ છે પરંતુ તમે કેટલીક વાતો પર ધ્યાન આપી ને એ વાત વિશે જાણી શકો છો કે બદામ માં કીડા થવાની આશંકા છે કે નહિ. જે બદામ આકાર માં નાના હોય છે એ બદામ માં કીડા થવાની આશંકા વધારે વધી જાય છે. અને સાથે સાથે કીડા થયેલ બદામ સંકોચાઈ જાય છે. અને જો બાદમ કીડા દ્વારા ખાધેલી હોય તો ઉપર સફેદ પરત દેખાય છે.

તેથી જયારે પણ બદામ નું સેવન કરો તો તેને વ્યવસ્થિત ચેક કરી લેવી ખુબજ જરૂરી છે કારણ કે જો આ કીડા આપણા પેટ માં જતા રહે તો તેના કારણે ખુબજ સમસ્યા નો સામનો કરવો પડે છે. તેથી જયારે પણ બદામ ખરીદીએ આટલી વાતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે તાજી હોય, તેની એક્પાઈરી ડેટ વીતી ગયેલ ના હોય અને બાદમ કીડા વાળી ના હોય.

Comments

comments


3,387 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 81