જો તમારુ કે તમારા નજીકના કોઈનુ નામ અંગ્રેજી મૂળાક્ષર ‘R’ થી શરુ થતુ હોય, તો જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

દરેક વ્યક્તિ ના નામ ના પેહલા અક્ષર થી જ તે વ્યક્તિ વિશે ને ઘણી માહિતી મેળવી શકાય છે. કેમકે પેહ્લો અક્ષર દરેક મનુષ્ય ની રાશી ને સૂચવે છે અને તેની રાશી ના આધારે તે વ્યક્તિ ના વ્યક્તિત્ત્વ તેના ભાગ્ય તેમજ તેના સ્વભાવ વિશે ની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.

તો આજે આ આર્ટીકલ મા વાત કરવા જઈ રહ્યા છીએ અંગ્રેજી મૂળાક્ષર ના અઢાર મા અક્ષર ‘આર’ અથવા “R” થી શરૂ થતા નામવાળા વ્યક્તિઓ વિશે ની રસપ્રદ વાતો. તો ચાલો જાણીએ આ નામ થી શરુ થતા વ્યક્તિ ની વિશેષતા વિશે.

ચાલો જાણીએ કેવો હોય છે તેમનો સ્વભાવ

જે પણ માણસ નુ નામ આ R અક્ષર થી શરૂ થતું હોય છે તે સ્વભાવે વાચાળ એટલે વધુ વાતો કરનારો બાતુની અથવા તો સાવ શાંત સ્વભાવ ના હોય છે. તે પોતાનો સમય નકામી વાતો મા નથી બગાડતા પરંતુ તે પોતાના કામ થી લગતી વાતો મા ધ્યાન વધુ ધરાવતા હોય છે.

ઘણા લોકો આના વિપરીત સ્વભાવ ના પણ હોય છે વાતો ના વડાં ઝીકી સામે વાળાને સાવ ચૂપ કરી દેતા હોય છે. તેમને શાંત બેસવું ગમતું નથી અને તે માને છે કે ઘણી અગત્ય ની વાતો થી જ્ઞાન મળે છે. જેથી તેમને આવી વાતો વધુ પસંદ હોય છે. તેઓ દરેક જગ્યાએ પોતાનું સ્થાન ઝડપ થી આગળ વધી બનાવી લે છે. આ નામવાળા વ્યક્તિઓ મોટેભાગે લેખન ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે.

તેમનું કરિયર કેવું હોય છે

આ નામવાળા વ્યક્તિઓ દરેક કાર્ય ક્ષેત્ર મા અતિપ્રવીણ હોય છે તેમનું દરેક જગ્યાએ પ્રથમ ક્રમે આવવું એક સામાન્ય બાબત માનવામાં આવે છે. આ લોકો પોતાના સ્વભાવ ને લીધે જે કઈ પણ કામ કરે છે તે દિલ થી કરે છે. જેથી તેઓ જીવન મા શ્રેઠ શીદ્ધીઓ પ્રાપ્ત કરે છે. આ સાથે તેમના મા માણસ ને પારખી લેવાની અદ્ભુત શક્તિ હોય છે. તેઓ ઘણા પૈસાવાળા હોવાથી બીજા ની મદદ કરવામાં અચક્ચાતા નથી.

તેમના જીવન મા પ્રેમ નુ સ્થાન

આ R અક્ષરવાળા વ્યક્તિઓ મોટેભાગે બહુ જ દેખાવડા અને સુંદર હોવાથી સામેવાળા વ્યક્તિ નુ આકર્ષણ નુ કેન્દ્ર બનતા હોય છે. જેથી તેમને પસંદ કરનારા વધુ હોય છે. તે છતાં તેઓ માત્ર એક જ વ્યક્તિ પાછળ પોતાનું જીવન ગાળે છે કે જેને તે પોતે પ્રેમ કરતા હોય છે. ઘણી વખત તેમને પ્રેમ મા દગો પણ મળી શકે છે. પરંતુ જો કોઇ વ્યક્તિ નો સબંધ આ નામવાળા વ્યક્તિ સાથે રચવામાં આવે તો એ ખરેખર ભાગ્યશાળી ગણાય.

તો ચાલો જાણીએ તેમના ગુણો વિશે

આ R થી શરૂ થતા નામવાળા વ્યક્તિઓ ને જ્ઞાન નો સમુન્દ્ર માનવામાં આવે છે. તેઓ સ્વભાવે બે પ્રતિભા ધરાવે છે અંદર થી પ્રેમાળ અને બહાર થી ગંભીર. તેઓ સ્વાર્થી હોય છે પણ તેમને બીજા લોકો શું કરતા હોય છે તેના થી કોઈ ફેર પડતો નથી. તેમના ગૃહસ્થ જીવન મા એમના આવા સ્વભાવ ને લીધે ખટાશ આવતી હોય છે. કોઇપણ અધિકારીઓ પાસે થી કામ કરાવવા મા તેઓ નિપુણ હોય છે.

પોતે કદાચ અભણ હોવા છતાં પણ બીજા ના ગુણ ત્રીવતા થી ગ્રહણ કરી શકે છે. તેમના મા કોઇપણ વસ્તુ શીખવાની એક અદ્ભુત કળા હોય છે. તેમની પાસે ધન-દોલત નો પાર હોતો નથી. સાથોસાથ જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ તેમની માન-પ્રતિષ્ઠા-ધન-સુખ-બુધ્ધિ-વિવેક વધે છે. આ લોકો મોટેભાગે પ્રખર વિવેકી,વાળી મા મીઠાસ અને નિપૂણતા રાખી બધા ને પ્રેમ આપનાર હોય છે.

Comments

comments


3,561 views

Leave a Reply

Your email address will not be published.


× 1 = 1