જો તમે તમારા પુત્ર અને પુત્રવધુ નુ લગ્નજીવન સુખી જોવા માંગતા હોય, તો આ વાતો ખાસ ધ્યાનમા રાખો…

સુપ્રીમ કોર્ટના જજ સાહેબ દ્વારા આપેલ માહિતી કે જેના થી દીકરા તેમજ વહુ નુ દામ્પત્ય જીવન સુધરે છે.

૧. દીકરા અને વહુ ને સાથે રાખવાની જિદ્દ છોડી તેને સ્વતંત્ર જુદા રેહવા નુ સમજાવો. આવું કરવાથી એને એમની જવાબદારી સમજાશે તેમજ તામતી સાથેના સંબંધ પણ સારા રહશે.

૨. વહુ ને દીકરી માની ખીજાવું નહિ તેને વહુ જ ગણો અને તમારા તરફ થી આપેલ શીખ પણ એને સારી નહિ લાગે. તમારા આપેલ ઠપકા ને વહુ ક્યારે પણ ભુલતી નથી અને તે એવું માને છે કે તેને કેવાનો હક્ક કેવલ તેની માં નો છે.

૩. તમારા દીકરા કે વહુ ને લગતી ટેવો ને સુધારવાની જવાબદારી હવે તમારી નથી એ એટલા સક્ષમ છે કે તે તેની ટેવો સુધારી શકે.

૪.જો દીકરો અને વહુ સાથે રેહતા કોઈ તો બધા ને પોત-પોતાની જવાબદારી સમજાવી દેવી. તમારા થી થઇ એટલું જ કરવું અને એ પણ કોઈ આશા રાખ્યા વગર.

૫. જ્યારે દીકરા અને વહુ વચ્ચે કોઈ કારણોસર ઝગડો થાય તો તેને જાતે પતાવવા દેવી જોઈએ. આપળે વચ્ચે નો પડવું જોઈએ.

૬.તમારા પોત્રો છે એમાં ના નહી પણ તેમની જવાબદારી તો દીકરા અને વહુ ની છે.

૭. તમારી વહુ તમારું ધ્યાન રાખે, તમને સમજે કે તમારી સેવા કરે એ માટે વહુ નહિ તમારા દીકરા ને તમે કેવા સંસ્કાર આપ્યા છે તે મહત્વ નુ છે.

૮. તમે જો નિવૃત થવાનો છો તો તેમાં કોઈ નુ પણ વિચાર્યા વગર પેલ્લાં તમારે જીવન હજુ બાકી છે અને તેને કઈ રીતે પસાર કરવાનો છે તેનો વિચાર કરી ને આગળ વધવું.

૯. તમારી નિવૃત્તિ બાદ સમય કેવી રીતે પસાર કરવો તેમજ તમારા પૈસા ક્યાં વાપરવા તે તમે નક્કી કરો અને પોતાના પાછળ ખર્ચો.

૧૦. તમારા પોત્રો તમારા વંશવેલા ને ચાલુ રાખવા માટે મળેલી ભેટ છે તેમ વિચારીને આગળ વધો.

Comments

comments


3,591 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 11