જો તમે પણ પિકનિકમા જવાની તૈયારી કરી રહ્યા છો, તો જાણો રાજકોટ નજીકના આ બેસ્ટ પીકનીક સ્પોટ્સ…

જન્માષ્ટમીનો તહેવાર નજીક માં આવી રહ્યો છે અને જો તમે બહાર ફરવાનો કોઈ પ્રોગ્રામ કર્યા તો રાજકોટથી એક-બે કલાકના અંતરે આવેલા ફરવાલાયક સ્થળોની જાણકારી આપવી છે. જે જગ્યા પણ વન-ડે પિકનિક કરી ભરપુર મજા લૂંટી શકો છો. તો ચાલો જાણીએ આ અવનવા સ્થળો વિષે.

1. હનુમાનધારા

રાજકોટ શહેરથી 6 કિમી ના અંતરે આવેલું આ સ્થળે ન્યારી ડેમના કાંઠે હનુમાનજીનું મંદિર છે. અહી શનિવારે ના દિવસે ભક્તોની ભીડ જામે છે. સહેલાણીઓ અહી જમવાનું સાથે લઈને સવારથી માંડીને સાંજ સુધી નો સમય ગાળે છે. આ જગ્યાની બાજુમાં ચોકીધાણી પાછળ સાઈબાબાનું મંદિર પણ જોવા જેવું છે.

2. બાલાચડી બીચ

રાજકોટથી લગભગ 80 કિમી આવેલું દરિયા કિનારે આવેલું આ સ્થળ પણ સુંદર છે અહી લોકો નાહવાની મજા લૂંટે છે. કારણ કે અહીનો દરિયો એખૂબ જ શાંત છે. આ જગ્યાની બાજુમાં ખિજડિયાપક્ષી અભ્યારણ પણ છે. જેને ફોટો શુટ કરવાનો શોખ છે તેના માટે આ બેસ્ટ પ્લેસ છે.

3. હિંગોળગઢ

રાજકોટ ના જસદણ તાલુકામા અને રાજકોટ થી 78 કિમી દુર હિંગોળગઢ છે. અહી પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની અને હિંગોળગઢ નો ઐતિહાસિક વારસો છે. ઉંચા ડુંગરા પર બનાવેલો ગઢ આજે પણ બેનમૂન છે. હિંગોળઢમાં મોટું જંગલ પથરાયેલુ છે. જેને પક્ષી અભ્યારણ તરીકે પણ ઓળખાય છે. અહી 230 જાતના વિવિધ પક્ષી નો વસવાટ છે. અને ખાસ તો અહી 19 પ્રજાતિના સાપ જોવા મળે છે. અહી વધુમાં રોઝ, નીલગાય, હરણ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ વિહાર કરે છે.

4. ઘેલાસોમનાથ

રાજકોટથી માત્ર 78 કિમી દૂર આવેલું સૌરાષ્ટ્રનું બીજું સોમનાથ એટ્લે ઘેલા સોમનાથ. અહી મંદિર ને ફરતે લીલા ડુંગરા છે જે સ્વર્ગ સમાન ભાસે છે. અહી ઉંચું મંદિર વિશાળ પટાંગણમાં પથરાયેલું છે. એવું કહેવામા આવે છે કે આ શિવલીંગને બચાવવા હજારો બ્રાહ્મણોએ પોતાના જીવ આપ્યા હતા. અહીં પહોંચવા માટે જસદણથી પ્રાઈવેટ વાહન કરવું પડે છે.

5. જડેશ્વર મહાદેવ

રાજકોટ ના વકાનેર તાલુકામાં થી ૧૦ કી.મી.ના અંતરે આવેલા લીલાછમ ડુંગરાઓ માં શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરનો ઈતીહાસ જામનગરના રાજા જામ સાહેબ સાથે જોડાયેલો છે. આ ડુંગરા ઉપર સ્વયંભૂ રીતે મહાદેવ પ્રાગટ્ય હતા જેથી તેનું નામ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ રખાયું છે.અહી શ્રાવણમાસના બીજા સોમવારે લોકોની ભીડ જોવા મળે છે.

6. ઈશ્વરિયાપાર્ક

રાજકોટ ની નજીક આવેલા માધાપર ગામમાં ઈશ્વરીય પાર્ક વિશાળ જગ્યામાં પથરાયેલો છે. અહી નદીમાં બોટિંગ પણ કરવામાં આવે છે. બાળકોના આકર્ષણ માટે અહી ડાયનાસોર મુકવામાં આવ્યાં છે. સાંજના સમયે અહી ફોટોગ્રાફીની કરવાની મજા આવે છે. અહી ગોલ્ફ રમવાનું મોટું મેદાન છે. રાજકોટ થી સીટી બસ દ્વારા અહી જય શકાઈ છે.

7. રણજીત વિલાસ પેલેસ

રાજકોટ ના વાંકાનેર માં આવેલો ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ પણ જોવા જેવો છે. આ પેલેસ માં ઘણા પિક્ચર નું શૂટિંગ કરવામાં આવ્યું છે. ગ્રેટ ગ્રાન્ડ મસ્તી સહિતની હિન્દી ફિલ્મના શાટિંગ અહી થયા છે. આ પેલેસ વાંકાનેરના રાજા અમરસિંહે બંધાવેલો છે. આ પેલેસ કુલ રરપ એકરમાં પથરાયેલો છે. આ મહેલ વાંકાનેરમાં એક ટેકરી ઉપર હોવાથી શોભનીય છે. અહીં પેલેસ ના પ્રદર્શનમાં રાજવીઓની ઘણી પ્રાચીન ચીજો દર્શાવાઈ છે. જેમાં તલવાર, ભાલા, ઢાલ, બખ્તરો શામિલ છે.

8. રામપરા વાઈલ્ડ લાઈફ અભ્યારણ

રાજકોટથી 50 કિમી દૂર આવેલું આવેલું આ સ્થળ સૌથી મજેદાર છે. આ એક ગીરના જંગલ જેવુજ છે. અહી તમે ગીરના સાવજો પણ જોઈ શકો છો. સિંહની સાથે દીપડા, હરણ સહિતના જંગલી પ્રાણીઓ અહી વસવાટ કરે છે. આ અભ્યારણ માં કુલ 130 જાતના પક્ષ છે. અહી કુલ 11 સિંહ છે. જોકે જંગલમાં જવા માટે વાંકાનેરના આરએફઓની મંજૂરી લેવી જરૂરી છે. અહી સોમાંચામાં હરિયાળી સોળે કળાએ ખીલી છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે બેસ્ટ પ્લેસ છે.

9. ભીમોરા ગુફા

રાજકોટ ના ચોટીલા થી થાનની વચ્ચે ભીમોરા આવે છે. જ્યાં ભીમની ગુફા છે. જેમાં ભીમ આવ્યાં હોવાની દંતકથા પણ છે. અહી ભીમ નો પંજો છે. આ એક ઐતિહાસિક જગ્યા હોવતી ફોટોગ્રાફી કરવાની મજા આવે છે. પણ અહી પહોચવા માટે પ્રાઇવેટ જોઈશે. ભીમોરાથી થોડે દૂર માં બાન્ડયાબેલી જંગલ પણ આવેલું છે.

10. ઓસમ ડુંગર

રાજકોટ ના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં એક મિનિ માઉન્ટ આબુ છે જેને ઓસમ ડુંગરથી ઓળખાઈ છે. અહી પ્રકૃતિ પ્રેમી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ ડુંગર ઉપર બ્રિટીશ રાજ વખતનો કિલ્લો પણ છે. એક દંત કથા મુજબ પાંડવોએ વનવાસ દરમિયાન અહીં વાસ કર્યો હતો. આ ડુંગર ઉપર આવેલા મંદિરમાં હિડીમ્બાનો હીંચકો, ભીમની થાળી પણ મૌજુદ છે. ડુંગર પર રહેલા શિવમંદિરમાં આપોઆપ અભિષેક થાય છે. જેથી તેને ટપકેશ્વરના નામથી ઓળખાય છે.

Comments

comments


5,131 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2