જો તમારુ મૂળ વતન પણ એક ગામડુ છે, તો જરૂરથી આ આર્ટીકલ વાંચો અને વટથી અન્ય ને પણ વંચાવો…

જો તમારું મૂળ વતન એક ગામડું છે તો તમને એક વિનંતી છે કે આ આર્ટીકલ પૂરો વાંચો. તમને તમારા મૂળ ગામ ના સ્મરણો થઇ આવશે. આજ ની નવી પેઢી એવી છે કે જેને મોટેભાગે ગામડું ક્યારેય નથી જોયું તેમને પણ આ આર્ટીકલ જરૂર થી વાંચવો જોઈએ. આજે આપડા વડીલો એવી જ વાત કરતા હોય છે કે તેમને પોતાના બાળપણ મા જે મોજ કરી એવી મોજ તો આજ નો યુવાન ક્યારે નો કરી શકે.

આજ નો યુવા પેઢી માત્ર મોબાઈલ અને કોમ્પ્યુટર ના જમાના મા જીવે છે તેને આમલી-પીપળી ની રમતો વિશે કે પછી આંબા ની વાડીઓમાં રખડવું અને કુદરત ના ખોળે રમવું આ વાત ની જાણ પણ હોતી નથી. આજની આધુનિક જીવનશૈલી મા માત્ર દિવાળી કે ઉનાળા નુ વેકેશન ગાળવા આવે ત્યારે તેમને એવું લાગે કે જાણે સ્વર્ગ મા જેવી શાંતિ હોય તેવી શાંતિ ત્યાં હોય છે. આ શાંતિ નુ મુલ્ય તો તેવું છે કે જો માં ના ખોળો તેમજ બાપ ની છત્રછાયા નુ જો મુલ્ય હોય તો આનું હોય.

શેહેર મા રેહતો વ્યક્તિ પોતાના ગામ ને દેશ કે દેહ શુકામે કહે છે ?

ગુજરાતી ભાષા મા દેહ એટલે માનવ શરીર. આપણા મૂળ ગામ કે વતન ને દેહ કેવામાં આવે છે. શહેર નો માનવ પોતાનું શરીર ગામડે મુકી અને ખાલી બુદ્ધિ જ લઈને જાય છે. જયારે સાચા અર્થ મા તેનો દેહ તો તેનું પોતાનું વતન છે અને જયારે પણ તે પાછો ગામડે જાય છે તો તેનામાં નવી ઉમંગ આવી જાય છે. તો ચાલો વાંચીએ આ દેહ ઉપર થયેલ લખાણ ને.

મારા દેહ નો રોજગાર

જો આપળે કોઈ પણ ગામડા ની રોજગારીની વાત કરીએ તો તેમાં ખેતી સવ થી પેહલા નંબર પર આવે છે. જાણે પ્રભુ આખી દુનિયા ને ધાન પૂરું પડવાનું વચન નિભાવતા હોય એમ ખેડૂતો વહેલા સવારે ચાર વાગે ઉઠીને ખેતરે કે વાડીએ જવા નીકળે છે. જયારે શહેર ની વાત કરીએ તો A.C. વાળી ઓફીસ મા રોલિંગ ચેર પર બેઠા-બેઠા જો આળસ આવે તો માનજો કે તે આ ખેડૂ ના ભાગની છે.

જયારે આ જગત નો તાત કેવાતો ખેડું આળસ કરી મોડો ઉઠશે ત્યારે A.C. વાળી ઓફીસ મા પણ પરસેવો છુટશે. ગામડા મા બીજા કામ પણ થતા હોય છે જેમ કે સુથાર, લુહાર, મોચી, દરજી, કડિયા, સોની, ભરવાડ વગેરે તે પોત-પોતાની રીતે ગામડાની રોજગારીમા પોતાનો ફાળો આપે છે. તેમજ ગરીબ લોકો છૂટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

મારા દેહ નું વાતાવરણ

ગામડા મા વાતાવરણ શુદ્ધ હવા થી ભરેલું હોય છે અને જો તમે એક ઊંડો શ્વાસ લો આ હવા તમારા ફેફેસા ને પણ શુદ્ધ કરી નાખે છે. કેમકે ત્યાં દુર-દુર સુધી મોટી-મોટી ફેકટરીઓ ના ધુમાડા જોવા નથી મળતા અને ના વાહનો થી થતું પ્રદુષણ. જો વહેલી પરોઢે ખેતર ની મુલાકાત લેવામાં આવે તો આંખો દિવસ જ તાજો થઇ જાય છે. દેહ ના ખેતર માંથી ઉગતો સૂર્ય એવો લાગે કે તેનુ વર્ણન શબ્દો મા શું થાય અને શહેર મા ૯૦ ટકા લોકો આવો નઝારો જોઈ નહી શકતા હોય છે. આવાં નજારા આજ ની પેઢીએ ભાગ્યે જ જોયો હશે.

મારા દેહ મા એક-બીજા ની કરવામા આવતી મદદ

આજ ના યુગ ની આ એક સચ્ચાઈ છે કે જો શહેર મા તમારી પાસે ભોજન ના પૈસા નથી તો તમે ત્યાં એક દિવસ પણ રહી ના શકો. પણ જો ગામડા મા પૈસા ના હોવા છતાં જીવન જરૂરિયાત ની તમામ ચીજો મળી રહે. જો દૂધ તમને ભરવાડ પાસેથી, તેમજ અનાજ ખેડું પાસેથી, કરિયાણું કોઈ દુકાને થી અને આની ચુકવણી પણ એક બે મહીને કરવામાં આવે તો પણ લોકો વિશ્વાસ રાખે. આવા મોટા હ્રદય વાળા લોકો માત્ર દેહ મા હોય.

વાત જાણે એવી છે કે ગામડા ના લોકો કપડે મેલા પણ દિલ ના ચોખ્ખા. હજુ પણ માનવતા અને વિશ્વાસ જેવા શબ્દો ની સાચી ઓળખ ગામડા માંથી જોઈ શકાય છે. જયારે શહેરો મા લોકો બીજા ને પાછળ રાખવાની વૃતિ મા માનવતા અને વિશ્વાસ ને નેવે મૂકી દીધા છે.

મારા દેહ નુ બાળપણ

એક વાર શહેર મા રહેતા કોઈ પણ નાના ભુલકાને પૂછજો કે બેટા તને રમવાનું ક્યાં ગમે ત્યારે બાળક નો જવાબ હશે દાદા ને ઘેર એટલે કે દેહ મા કેમકે શહેર મા નાના બાળકો ને તેના માતાપિતા શેરી ના વણાંક સુધી પણ નથી જવા દેતા જયારે બાળકો ને તેમના સાચા બાળપણ નો આનંદ તો દેહ મા આવ્યા પછી જ મળે છે.

ગામડા મા બાળકો લીમડા ના જાડ નીચે રમવું, આંબા ની વાડીઓ પરથી કેરીઓ તોડીને ભાગવું, બોર પાડવા જવું, ખારા મા ક્રિકેટ રમવું, ટાયર ફેરવવા, ગામ ના તળાવ મા નાહવું, આમલી-પીપળી રમવું, પાદર ના વડલા પર ચડવું, લખોટી, ભમરડા, ગીલી દંડો વગેરે જેવી જાત-જાત ની રમતો તો શહેરો મા હવે જોવા પણ નથી મળતી. અત્યાર ની નવી પેઢીએ તો તેમનું બાળપણ ખોઈ નાખ્યું છે અને હવે તેમના માટે તો આ માત્ર એક ઈતિહાસ જ બનીને રહી ગયો છે.

મારા દેહ ની વાતો

તમે જોયું હશે કે દાદા-દાદી ને હજુ પણ ગામડા મા રહેવાનું જ પસંદ છે કારણ કે તેમને શહેર નુ વાતાવરણ તેમજ ખોરાક માફક નથી આવતો અને તેમને આવું લાગવું સ્વાભાવિક પણ છે. તે અને આપળે બધા ગામડા ની વસ્તુ જ ખાવાનો આગ્રહ રાખીએ છીએ કેમકે ગામડે બનતી વસ્તુ ની શુધ્ધતા પર બધે ને વધુ વિશ્વાસ હોય છે.

ગામડા મા આજે પણ છાશ, દૂધ અને શાકભાજી જેવી વસ્તુઓ પૈસા વગર પણ મળે છે પરંતુ આજ વસ્તુઓ માટે શહેરમા ખર્ચો કરવો પડે છે. જે લોકોએ પોતાનું વતન છોડી ને શહેર તરફ જવું પડે છે તેવા વ્યક્તિઓ આજે પણ પોતાના દેહ ને યાદ કરતા હોય છે.કેમકે જનની અને જન્મભૂમી બન્ને નો બીજો કોઈ વિકલ્પ હોય જ ના શકે.

ગામડા મા પરોઢ ની મેહકતા અને રાત ની ઊંઘ બીજે ક્યાં પણ ના મળે. શરીર ના સ્વાસ્થય માટે આજે પણ ગામડું આગળ જ છે કેમકે ગામડા મા હજુ તમને ૯૦ વર્ષ ના દાદી બાળકોના હાલરડાં ગાતા અને ઘોડિયા ને હિચકો નાખતા જોઈ શકાશે પરંતુ શેહર મા તો નાની ઉંમરે બીમારીઓ નુ ઘર કરી બેઠેલા યુવાનો જ જોવા મળે છે.

Comments

comments


4,715 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 2 =