ચાણક્ય નું નામ તો તમે સાંભળુજ હશે. તેને પોતાના જીવન માથી જે અનુભવો મેલવ્યા તેને ચાણક્યનીતિ માં શામેલ કરેલા છે. ચાણક્ય નીતિ ની આ ચોપડીમાં ઘણી એવી પણ વાતો છે જેના પણ જો વ્યક્તિ અમલ કરે તો એને સફળ થવાથી કોઈ નથી રોકી શકતું. અલબત તેમાં અમુક એવા પણ કામ છે જે વ્યક્તિ એ શરમ વગર કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિ આ કામ બેશરમ થઇ ને નહીં કરે તો આખા જીવન માં કશું જ નહીં કરી શકે. અને જો આ કામ કરશે તો તે હંમેશા ખુશ રહેશે. તો ચાલો જાણીએ કયા છે એ 3 કામ.
આ 3 કામ કરો:
પહેલું કામ
જ્યારે તમારે પૈસા ની જરૂર હોય તો ગમે તેના પાસેથી હિચકાય વગર માંગી લો. અને જ્યારે પૈસા થાઈ ત્યારે પાછા આપી દો. એટલેકે ધન ની લેતી દેતી માં ક્યારેય પણ શરમાવું ના જોઈએ. આવું કરવાનું કારણ એ છે કે જો કોઈ વ્યક્તિ વ્યાપાર અને વ્યવહાર ના લેવદ દેવડ માં શરમ કરવા લાગશે તો જીવન માં ક્યારેય પણ ઉન્નતિ નહીં કરી શકે. માટેજ ક્યારેય પૈસા માગવા માં શરમ ન કરો. અને જેવા પૈસા નો વેટ થાઈ કે જલ્દી થી પાછા આપવાના પ્રયત્નો પણ કરો.
બીજું કામ
ચાણક્ય નીતિ મુજબ ભણવાની બાબત માં ક્યારેય પણ શરમ ન રાખો. તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક વિદ્યાર્થી એવા હોય છે જે પોતાના સર ની કંઈક પૂછવા મા શરમાય છે ને ગભરાય છે. જેના કારણે તે વિધ્યાર્થી એ વાત નું ગ્નાન નથી મેળવી શકતો જે એમને ખબર નથી. ચાણક્ય નીતિ પ્રમાણે આવુ ન કરવું જોઈએ. જે માણસ જ્ઞાન પ્રાપ્ત માટે પણ શરમાય છે એ વ્યક્તિ જીવન માં કંઈ પણ મોટુ પ્રાપ્ત નથી કરી શકતો. જેથી ભણવા માં ક્યારેય શરમાવું ન જોઈએ.
ત્રીજું કામ
જે લોકો જમવામાં શરમાય છે એ માણસ પણ જીવન માં કંઈ પણ સારું મેળવી નથી શકતો. એ માણસ પોતાનું અને પરિવારનું આખું જીવન દુઃખ માં વિતાવી દે છે. ભોજન માં શરમાતો વ્યક્તિ હંમેશ ભૂખ્યો રહી જાય છે. જે માણસ પોતાના પેટ માટે નથી બોલી શકતો તો એ આગળ શું બોલશે. માટેજ તમારે જમતી વખતે તો શરમ છોડી દેવી જોઈએ અને પેટ ભરીને જમી લેવું જોઈએ.