જો દર્દી પાસે નાણા ના હોય તો પણ દાકતરે કરવુ પડશે તેમનુ નિદાન જાણો આ હક્ક વિશે

મિત્રો , આપણા દેશ મા સરકાર દ્વારા ગરીબ હોય કે તવંગર તમામ પ્રજા ને એક સરખો હક્ક આપવા મા આવે છે અને આપણા દેશ ના સંવિધાન અનુસાર દરેક નાગરીક ને સ્વસ્થ અને સુખી જીવન જીવવા નો હક્ક છે. પરંતુ કોઈપણ વ્યક્તિ એ સ્વસ્થ જીવન વ્યતીત કરવા માટે તેનુ સ્વાસ્થ્ય સારુ હોવુ આવશ્યક બની જાય છે. દરેક વ્યક્તિ પોતાનો યથાર્થ પ્રયન્ત કરે છે કે પોતાનો પરિવાર હંમેશા સ્વસ્થ રહે.

પરંતુ , તે શક્ય નથી. ના ઈચ્છતા હોવા છતા પણ ઘર ના તમામ સદસ્યો મા થી ક્યારેય કોઈ ને કોઈ રોગ મા સંપડાઈ શકે છે. એ વાત ને તો કોઈ શંકાસ્પદ સ્થાન નથી કે જો કોઈપણ વ્યક્તિ રોગ મા સંપડાઈ જાય એટલે તુરંત જ તેના ફેમિલી વાળા તેને લઈ ને દવાખાના ના ચક્કર મારવા માંડે છે. ઘર ના એક સદસ્ય ને રોગ હોવા ને લીધે આખુ કુટુંબ ચિંતા મા ગરકાવ થઈ જાય છે અને ઘણા લોકો ને તો આર્થિક સમસ્યાઓ નો પણ સામનો કરવો પડે છે.

કારણ કે , હાલ ના દવાખાનાઓ એટલા આધુનિક બની ગયા છે કે બધા લોકો તેનો ચાર્જ એફોર્ડ કરી શકતા નથી. આવા સંજોગો મા ફેમિલીવાળાઓ એ અનેક પ્રકાર ની મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે. આવુ આટલા માટે થાય છે કારણ કે , લોકો હજુ પણ પોતાના અધિકારો વિશે એટલા જાગૃત નથી. તો ચાલો આપણે એક નાગરિક ને દવાખાના મા નિદાન કરાવવા માટે સંવિધાન મા કયા-કયા હક આપવા મા આવ્યા છે તેના વિશે જાણીશુ.

ઈમરજન્સી મા નિદાન માટે ના પાડી ના શકે કોઈ પણ દવાખાનુ :
જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવી ગઈ હોય અને એ સમયે તમારી પાસે નાણા નથી તો કોઈપણ દવાખાનુ તમને તાત્કાલિક સારવાર માટે લઈ જવા ની ના પાડી શકે નહી. પછી ભલે તે પ્રાઈવેટ દવાખાનુ હોય કે સરકારી દવાખાનુ. તમે જોયુ હશે કે ઈમરજન્સી મા દર્દી ની સારવાર માટે દવાખાનાવાળા તુરંત નાણા માંગી નથી શકતા. કારણ કે , જો તે એવુ કરે તો દર્દી ને કન્ઝ્યુમર કોર્ટ મા ફરીયાદ કરવા નો પૂર્ણ હક્ક છે.

ખર્ચ ની માહિતી :
દરેક દાકતર ની એ એક નૈતિક ફરજ બને છે કે નિદાન સાથે સંકળાયેલી તમામ માહિતી તેમને દર્દી તથા તેના પરિવાર ને આપવી પડે. એટલુ જ નહી પરંતુ , દવાખાના મા નિદાન દરમિયાન કેટલો ખર્ચ થશે તેની માહિતી મેળવવા નો સંપૂર્ણ હક્ક દર્દી ને હોય છે.

મેડીકલ રીપોર્ટ લેવા નો અધિકાર :
કોઈપણ દવાખાના મા એડમીટ થયેલા કોઈપણ દર્દી કે તેના કુટુંબવાળાઓ પાસે એ અધિકાર પણ છે કે , તે દવાખાના મા દર્દી ના રોગ સાથે સંકળાયેલી બિમારી ના રીપોર્ટ ની માંગણી કરી શકે.

સર્જરી પૂર્વે દાકતરે લેવી પડે મંજૂરી :
કોઈપણ દર્દી ના શરીર મા કોઈપણ જાત ની સર્જરી કરતા પૂર્વે દાકતરે દર્દી અથવા તો દર્દી ના સગા-વહાલા ની યોગ્ય મંજૂરી લેવી પડે.

દવાખાનુ ના બતાવે કે દવા ક્યાથી લેવી :
ઘણીવાર એવુ બનતુ હોય છે કે દર્દી અથવા તો તેના કુટુંબ ના કોઈ સભ્ય ને દવાખાના નુ કાગળ આપતી વખતે આગ્રહ કરે છે કે દવા આ દુકાને થી જ ખરીદવી. પરંતુ , દર્દી પાસે સંપૂર્ણ અધિકાર છે કે તે પોતાની ઈચ્છા મુજબ ના દવાખાના ના સ્ટોર મા થી દવા ની ખરીદી શકે.

દવાખાના મા બળજબરીપૂર્વક દર્દી ને ના રાખવા :
તમે એવા પણ ઘણા કિસ્સાઓ નિહાળ્યા હશે કે જેમા બીલ ની ચૂકવણી ના થવા ને લીધે દવાખાનાવાળા દર્દી ને ડિસ્ચાર્જ નથી કરતા અને ઘણી વખત તો મૃત પામેલા વ્યક્તિ નુ શબ પણ ઘરે લઈ જવા નથી દેતા. પરંતુ , બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ વસ્તુ ને ગેરકાયદેસર ઠરાવી છે. તેઓ આવુ ના કરી શકે.

Comments

comments


3,334 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 4