જેઓને આ બીમારી છે તેઓ ભૂલ થી પણ ન કરે કેરીનું સેવન

ઉનાળો આવતા જ બધા ને ટેન્સન થવા લાગે છે. ગરમી ના લીધે ખુબ જ પરેશાની થાય છે. અસહ્ય ગરમી સહન થઇ શકે એવી નથી હોતી.  ઉનાળામાં કોઈ વસ્તુ કોઈ ને ગમતું પણ ઉનાળો ગમવાનું એક માત્ર કોઈ કારણ હોય તો એ છે કેરી. કેરી દરેક નું પ્રિય ફળ છે. ઉનાળો આવતા જ લોકો કેરી ની રાહ જોવા મંડે છે. કેરી દરેક ને ખુબ જ ભાવતી હોય છે. બાળકો થી માંડી ને મોટા સુધી દરેક કેરી ની રાહ જોતા હોય છે. કેરી ની અંદર ઘણા બધા જરૂરી પોષક તત્વો રહેલા છે. પણ જરૂરી નથી આ પોષકતત્વો યુક્ત કેરી દરેક માટે ફાયદાકારક સાબિત થાય.

જયારે  કેરીની વાત કરતા હોઇએ ત્યારે તેની મીઠા સ્વાદની યાદ આવે. દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોય જ  છે. એ રીતે કેરી પણ તમારી તબિયત બગાડી શકે છે એટલે તમને કેરીથી થતા નુકસાનની ખબર હોવી જોઇએ. પોષક તત્વોથી ભરપુર કેરીના કેટલાય ફાયદા છે. સાથે કેરી ના સેવન થી ઘણા નુકશાન પણ થાય છે. કેટલાક લોકોને કેરીનું સેવન ભારે પણ પડી શકે છે.

જેઓ ને વાંરવાર પેટ દુખવાની સમસ્યા હોય તેઓએ કેરી થી દુર રહેવું જોઈએ. કેરી નો વધુ પડતો ઉપયોગ કરવાથી પેટ માં દુખાવો થતો હોય તેના દર્દી માટે ફાયદાકારક નથી. વધુ કેરી ખાવાથી આતરડા માં આટી પડી શકે છે. અને લુઝ મોશન જેવી બીમારી પણ થઈ શકે છે.  કેરી નું વધુ પડતું સેવન કરવામાં આવે તો ત્વચા સબંધિત બીમારી પણ થઇ શકે છે. કેરીના મોં પર એક ચીકણો પદાર્થ હોય છે, જેને બરાબર સાફ કરવામાં ન આવે તો તેનાથી તમારા મોનો સ્વાદ બગડી શકે છે.

વધુ પડતું  કેરી નું સેવન કરવામાં આવે તો દાદર અને ખંજવાળ ની તકલીફ થઇ શકે છે. કેરી માં ઉપર રહેલા ચીકણા પદાર્થ દ્વારા ગળા માં ખંજવાળ આવવાની સમસ્યા  થઇ શકે છે જેઓ ને  સાયનસ, ગઠીયા ની તકલીફ હોય તેઓ એ ક્યારેય કેરી નું સેવન  ન કરવું. આ શિવાય જેઓ ને વજન ઘટાડવું છે તેણે પણ કેરી નું સેવન ન કરવું. ડાયાબીટીશ ના દર્દીઓ એ પણ ન ખાવી.

Comments

comments


3,335 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 9