જાણો મોબાઈલ નંબરના છેલ્લા ૨ આકડા પરથી તમારુ આવનાર ભવિષ્ય

મિત્રો , આપણી ધરા પર અનેક પ્રાચિન શાસ્ત્રો તથા ગ્રંથો નુ નિર્માણ કરાયુ છે જેમા નો એક ગ્રંથ છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર એ એક એવો ગ્રંથ છે કે જેની સહાયતા થી તમે તમારુ આવનાર ભાવિ નિહાળી શકો છો. પરંતુ , શુ તમે જાણો છો કે તમે તમારા મોબાઈલ નંબર ના આંકડા થી જાણી શકો છો તમારુ આવનાર ભાવિ કેવુ હશે. હવે તમે કહેશો કે મોબાઈલ નંબર નો ભાગ્ય સાથે શુ સંબંધ છે ? તો ચાલો આ વિશે થોડી વધુ વિસ્તૃત મા માહિતી મેળવીએ.

જો તમારો ભાગ્ય આંક ૧ હોય અને તમારા મોબાઈલ નંબર ના અંતે ૭૩ નંબર આવતો હોય તો તમારુ આવનાર જીવન નુ ભાવિ મધ્યમ સાબિત થશે. તમને શુભ તથા અશુભ બંને ફળો ની પ્રાપ્તિ થશે. અમુક કાર્યો તમારા સરળતા થી પૂર્ણ થઈ જશે જ્યારે અમુક કાર્યો માટે તમારે તકલીફો પણ વેઠવી પડી શકે છે.

અમુક સમયે તમે માનસિક તણાવ તથા અહંકાર જેવા દૂષણો થી ઝઝુમી શકો તો અમુક સમયે તમારા મા ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળી શકે. જો તમે તમારી તમામ સમસ્યાઓ દુર કરવા ઈચ્છતા હોવ તો સૂર્ય કવચ ધારણ કરવુ. જો તમારો ભાગ્ય આંક ૧ હોય અને તમારા મોબાઈલ નંબર મા અંતે ૭૧ આવતા હોય તો આ જાતકો એ આવનાર સમય મા અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે.

આ જાતકો ના બનતા કાર્યો અટકી જશે તથા ચારે તરફ થી સમસ્યાઓ નો ઘેરાવો થઈ જશે. આ પાછળ નુ મુખ્ય કારણ એ છે કે તમારો ભાગ્યાંક તથા તમારા મોબાઈલ નંબર એકબીજા ના પરસ્પર વિરોધી છે. આ જાતકો એ આ સમસ્યા મા થી મુક્તિ મેળવવા માટે શનિ કવચ ધારણ કરવુ જોઈએ તથા સૂર્યદેવ ને દરરોજ પરોઢે જળ અર્પણ કરવુ જોઈએ.

જો તમારો ભાગ્યાંક ૧ હોય અને તમારા મોબાઈલ નંબર મા અંતે ૮૨ આવતા હોય તો આ જાતકો એ આવનાર સમય મા નાની-મોટી વિપદાઓ નો સામનો કરવો પડી શકે છે. તેમનુ ભાગ્ય તેમના પક્ષ મા નથી જેના કારણે તેમણે જીવન મા અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે. આ પરિસ્થિતિ મા થી બહાર નીકળવા માટે માતા-પિતા ની સેવા કરો તથા નિયમીત ગાય ને એક રોટલી ખવડાવવી જોઈએ.

Comments

comments


3,235 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 2