આજે વાત કરવી છે ભારત ના સૌથી ધનવાન વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના પત્ની વિશે. તેમનો ઉદ્યોગ માત્ર ભારત માં જ નહી પરંતુ સમગ્ર વિશ્વ મા ફેલાયેલો છે. તેમના પૈસા ની સરખામણી કોઇપણ વસ્તુ સાથે નથી કરાવી શકાતી. એક સામાન્ય માણસ તો અનુમાન પણ નથી લગાવી શકતો. આટલું પુષ્કળ ધન હોવાથી તે અને તેમનો પરિવાર સુખે થી જીવન નિર્વાહ કરે છે. પણ આજ ના આર્ટીકલ મા તેમના પત્ની વિશે ની વાત કરવામાં આવી છે.
તો વાત થાય છે તેમના પત્ની નીતા અંબાણી ની કે જે પોતાના પતિ ની જેમ જ નામના મેળવેલ છે. તેઓ રિલાયન્સ સ્કૂલ ના માલકીન છે તેમજ ટ્વેંટી-ટ્વેંટી ની મુંબઈ ઇન્ડિયન્સ ટીમ ના માલકીન છે. આ સિવાય સદેવ ગરીબો ને મદદ કરનાર સ્વભાવ ધરાવે છે. હાલ જ કેરળ પુરગ્રસ્તો માટે ઘણું તેમને કર્યું હતું. આ સિવાય જો તેમના શોખ વિશે ની વાત કરવામાં આવે તો તે પણ તેમની જેમ જ જુદા છે. તેમજ એક સામાન્ય માણસ તો માત્ર તેના સપના જ જોઈ શકે છે.
હાલ ના ફેશનવલ્ડ સાથે જોડાયેલી એક વેબસાઇટે જાહેર કર્યું હતું કે નીતા અંબાણી ની સાડી ની કીમત ચાલીસ લાખ રૂપિયા છે. તેમજ તેમની સાડી નું નામ વિવાહપાતું છે. આ ચાલીસ લાખ ની સાડી બનાવવા માટે ૩૬ મહિલા કારીગરો ને આખું એક વર્ષ લાગ્યું છે. આ સિવાય આ સાડી નો સમાવેશ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ ની યાદી મા પણ કરવામાં આવ્યો છે. આ સાડી નો વજન આઠ કિલો છે. આવી સાડી તો માત્ર અંબાણી પરિવાર જ લઇ કે પેહરી શકે. આટલા રૂપિયા ની સાડી એક સામાન્ય માણસ માટે સપના જેવી છે.
હાલ માં જ તેમના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેમના પતિએ તેમને એક પ્રાઇવેટ જેટ વિમાન જન્મદિન ની ભેટ સ્વરૂપે આપ્યું હતું. આ વિમાન બધી જ જાત ની આધુનિક તેમજ શાહી સુવિધાઓ ધરાવે છે. આ વિમાન ની કીમત આશરે ૩૯૦ કરોડ રૂપિયા છે.
તાજેતર ના એક એહવાલ મુજબ તેમનો મોબાઇલ ફોન ની કિંમત ૩૧૨ કરોડ રૂપિયા છે. તેવું પણ જાણવા મળ્યું છે કે તેમનો આખો મોબાઈલ હીરા જડિત છે. આ સિવાય તેમના દિવસ ની શરૂવાત સોના ના કપ મા ચા પીવા થી થાય છે. તેમજ તેમના હાથ ના બેગ જે એક વિદેશી કમ્પની નો છે તેની કિંમત ૧૩ લાખ રૂપિયા છે.
આ સિવાય હમણાં જ તેમની લિપસ્ટિક ના ખર્ચા ની ચર્ચા બહુ પ્રચલિત થઇ છે. તેમજ આ વાત લોકવાયકા બનતી જાય છે કેમકે તેમના આ લિપસ્ટિક ની કિંમત ૩૯ લાખ રૂપિયા ની હોવાનું જાણવા મળ્યું છે. જો આ મુજબ વિચારવા જઈએ તો આટલા રૂપિયા માં તો એક સામાન્ય માણસ પોતાના બે બંગલા ખરીદી શકે છે. એક કેહવત મુજબ કે મોટા માણસો ના મોટા શોખ હોય જ છે. આવા શોખ તો દુર ની વાત છે પણ આવા સપના પણ એક સામાન્ય માણસ જોઈ શકતો નથી.