જાણી ને નવાઈ લાગે એવી હકીકત ૨૫૬ વર્ષની ઉંમર અને ૨૦૦ સંતાન, શું છે તેની લાંબી ઉમરનું રહસ્ય

આપ સૌ જાણો જ છો કે હાલ નો યુગ એ ઝડપી યુગ છે પરંતુ ભૂતકાળ ના સમય મા વ્યક્તિઓ ૧૦૦ ની આયુ ખૂબ જ સરળતા થી પાર કરી શકતા હતા પરંતુ હાલ ના યુગ મા વધી વધી ને ૭૦ સુધી માંડ પહોચે છે. પણ આજ ના આ લેખ ના માધ્યમ થી આપની સમક્ષ એક એવા વ્યક્તિ ની માહિતી આપીશ કે જે સો નહી બસ્સો નહી પરંતુ પુરેપુરા બસ્સો ને છપ્પન વર્ષ જીવિત રહ્યા હતા.

આ બસ્સો ને છપ્પન વર્ષ ની આયુ ધરાવતા માનવી નુ નામ લી ચિંગ યુએ હતુ. ઈતિહાસ વિદો ના કહ્યા અનુસાર આ વ્યક્તિ નો જન્મ ૩ મે , ૧૬૭૭ ના રોજ ચિન દેશ ના કૂજિયાંગ જિલ્લા મા થયેલ હતો. અમુક વ્યક્તિઓ એવુ માને છે કે આ ખોટી સાલ છે સાચી સાલ ૧૭૩૬ છે.

ઈ.સ. ૧૯૨૮ ના સમય ના એક ન્યુઝપેપર મુજબ ચીન દેશ ના આ જિલ્લા મા નિવાસ કરતા અમુક ઘરડી ઉંમર ના વ્યક્તિઓ એ જણાવ્યા અનુસાર જ્યારે તેઓ ના દાદા નાના હતા ત્યાર થી તેઓ લી ચિંગ ને ઓળખતા હતા. આ માહિતી અનુસાર આપ એ અનુમાન લગાવી શકો છો કે તે કેટલા વય ના હોઈ શકે.

આ ઉપરાંત અન્ય વધુ એક માહિતી ૧૯૩૦ મા પ્રાપ્ત થઈ હતી કે જેમા ચીન ની એક યુનિવર્સિટી કે જે ચેંગડૂ યુનિવર્સિટી ના નામે જાણીતી છે ત્યા ના પ્રોફેસર વૂ ચુંગ ચીએહએ આ લી ચિંગ નામ ના વ્યક્તિ ને ૧૮૨૭ મા જન્મદિવસ ની શુભકામનાઓ આપી હતી ત્યારે લી ચિંગ ના ૧૫૦ વર્ષ પૂર્ણ થયા હતા.

પછી ઈ.સ. ૧૮૭૭ ના સમય મા ન્યુઝપેપર મારફત આ વ્યક્તિ ને તેમના ૨૦૦ મા જન્મદિવસ નુ અભિનંદન પાઠવવા મા આવ્યુ હતુ. આ વ્યક્તિ પોતે ચાઈનીઝ હર્બલિસ્ટ , માર્શલ આર્ટ્સ મા નિપૂણતા મેળવેલ તથા એક માર્ગદર્શક પણ હતા. પોતાની આ આવડત ને લીધે જ તે આટલુ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરેલ હશે તેવુ અનુમાન છે.

તેમના જીવન ની વાત કરીએ તો તેઓ જ્યારે ૧૦ વર્ષ ની આયુ ધરાવતા હતા ત્યાર થી જ તેઓ એ હર્બલ દવાઓ વેચવા ની શરૂઆત કરેલ હતી. જ્યારે તેઓ ૭૧ વર્ષ ની આયુ એ પહોચ્યા ત્યારે તેઓ માર્શલ આર્ટ્સ ના ટ્રેનર તરીકે ફરજ બજાવતા હતા. હવે વાત કરીએ તેમના લગ્ન જીવન ની તો તેઓ એ ૨૪ લગ્ન કરેલ હતા જેના મારફત તેઓ ને ૨૦૦ જેટલા સંતાનો પણ હતા.

આ વ્યક્તિ પોતાની લાંબી આયુષ્ય માટે અનેક વિધ ઔષધિ તથા જડીબુટ્ટીઓ ને આરોગતા હતા અને તેની સાથો સાથ ચોખા મા થી બનતા દારૂ નુ પણ સેવન કરતા. લી ચિંગે પોતાની આ ૨૫૬ વર્ષ ની ઉંમર મા અમુક વાત ન ખાસ ધ્યાન રાખેલ હતુ જેમા તેઓ ઊંઘ ને પુરતો સમય આપતા , વ્યાયામ ને મહત્વ આપતા તેમજ પોતાના મન ને ખૂબ જ શાંત રાખતા અને સંતુલિત આહાર ગ્રહણ કરતા. પોતાના આ નિયમો તથા આવિ દિનચર્યા ને કારણે જ તેઓ આટલુ લાંબુ જીવી શક્યા હોઈ એવુ અનુમાન લગાવી શકાય છે.

Comments

comments


3,423 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 16