ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય જણાવી રહ્યા જીવહત્યાના પાપમાંથી મુક્ત થવાના ઉપાય…

ચાલતા સમયે ન જાણે કેટલાય નાના જીવજંતુ આપણા પગ નીચે દબાઈને મૃત્યુ પામતા હોય છે.

કોઈ વખત વાહન ચલાવતી વખતે કે કોઈ કામ કરતી વખતે જાણતા અજાણતામાં આપણાંથી જીવ હત્યા થઈ જતી હોય છે તેનાથી પણ ચાલવના સમયે ન જાણે કેટલાય નાના-નાના જીવજંતુઓ આપણાં પગ નીચે આવીને દબાઈને મૃત્યુ પામે છે. ગ્રંથોમાં આને પણ એક પાપ માનવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં કહ્યું છે કે આ પાપનું ખરાબ પરિણામ આપણને આવનારા ભવિષ્યમાં ભોગવવું પડે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત પ્રફુલ્લ ભટ્ટના અનુસાર ગ્રંથોમાં આ પ્રકારના પાપથી છૂટવા માટે પ્રાયચ્છિતનું વિધાન બતાવવામાં આવ્યું છે, આનો ઉપાય આપણે આસાનીથી કરી શકીએ છીએ જેનો ઉપાય નીચે મુજબ છે.main

પહેલો ઉપાય :

એક સૂકું નાળિયેર લઈને તેની ઉપરનો થોડો ભાગ કાપી નાખો જેનાથી તેના એક ઉપરના ભાગે છેદ પડી જશે હવે તે નાળિયેરના છેદમાં ખાંડ નાખીને તેને ભરી દો ત્યારબાદ તે નાળિયેરને કોઈ સુમસામ જગ્યા પર જમીનમાં દાટી દયો જેનાથી કીડી જેવા નાના જીવજંતુ તેને આસાનીથી ખાઈ શકે. આ ઉપાયથી જીવ હત્યાના પાપનું પ્રાયચ્છિતતો થશે પરંતુ રહું અને કેતુનો દોષ હશે તે પણ ઓછો થઈ જશે.

બીજો ઉપાય :

શનિવારે કોઈ ગરીબ અથવા ખોડ ખાપણવાળા વ્યક્તિને જમવાનું આપો જેનાથી જીવ હત્યાના પાપ માથી બચી શકાય.

ત્રીજો ઉપાય :

મહિનાની અમાસની તિથી ઉપર ગણે લીલું ઘાસ ખવડાવો, કૂતરાને રોટલી આપો અને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો આ ઉપાયથી તમારી કુંડળીમાં કોઈ દોષ હશે તો તે ઓછો થશે.

લેખન : સંજયકુમાર ત્રિવેદી

બીજા મિત્રોને પણ માહિતગાર કરો આ માહિતીથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,544 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 24