Ipl 2017 final: ત્રીજી વાર ચેમ્પિયન બની ટીમ ‘મુંબઈ ઇન્ડીયન’

577265-mumbai-indians-ipl

‘મુંબઈ ઇન્ડીયન’ Ipl સીઝન ૧૦ ની વિજેતા બની છે. અને પોતાના ચોથા ફાઈનલમાં ત્રીજીવાર આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરી નાખ્યો છે. આઈપીએલ ની હિસ્ટ્રી માં મુંબઈ પહેલી એક એવી ટીમ બની છે જે ત્રણ વાર એટલેકે વર્ષ ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭ માં ચેમ્પિયન બની છે.

ટોસ જીતીને મેદાનમાં રમવા ઉતરેલ ટીમ મુંબઈએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૨૯ રન બનાવ્યા. આટલા રન બનાવ્યા બાદ એવું લાગ્યું કે રાઈઝીંગ પુણે સુપરજાયંટ મેચ જીતી શકે છે. પણ, એવું ન બન્યું. Ipl 2017 ના ફાઈનલ માં પુણે મુંબઈ થી માત્ર ૧ રન માટે હારી ગયું.

પુણે ની ટીમ માંથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધારે ૫૧ રન બનાવ્યા. જયારે મુંબઈ તરફથી મિશેલ જોનસને ૩ અને જસપ્રીત બુમરાહે ૨ વિકેટ લીધી. મુંબઈ ની મુશ્કેલી માં ૩૮ બોલ પર ૪૭ રન બનાવનાર કૃણાલ પંડ્યાને ‘મેન ઓફ ધ મેચ’ બનાવવામાં આવ્યો. શાનદાર જીત બાદ મુંબઈ ને પ્રાઈઝ મની રૂપે ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા.

ambani

‘મુંબઈ ઇન્ડીયન’ ની જીત બાદ દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકરે ટી20 લીગ ૨૦૧૭માં પોતાના ટીમની ખિતાબી જીત બાદ જણાવ્યું કે, ‘મુંબઈએ આજે પુણે ને ૧ રન થી હરાવીને ત્રીજીવાર જીત મળી’. તેંદુલકરે મેચ બાદ કહ્યું, ‘શાનદાર ! સર્વશ્રેષ્ઠ જીત’.

જયારે ટીમ મુંબઈ ઇન્ડીયન ના ખેલાડી કીરોન પોલાર્ડે પોતાની ટીમ ની જીત અંગે કહ્યું કે, ‘ટીમે ઘણીવાર એકસાથે મળીને સારું એવું પ્રદર્શન કર્યું છે. આજે કૃણાલ પંડ્યા સારું રમ્યો અને અમને મેચમાં ટકાવી રાખ્યા.’

Comments

comments


3,372 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =