કિનારા બંગલોની અંદરનું દ્રશ્ય અને ઈન્સેટમાં રાજ-શિલ્પા
આઈપીએલની છઠ્ઠી સિઝનમાં થયેલા ભ્રષ્ટાચાર અને સ્પોટ ફિક્સિંગના મામલે લોઢા કમિટીએ રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.સાથે જ રાજસ્થાન રોયલ્સના સહ માલિક રાજ કુંદ્રા પર પણ આજીવન પ્રતિબંધ મુક્યો છે.આ પ્રતિબંધથી રાજ કુંદ્રા ક્રિકેટ સાથે ક્યારેય સંકળાઈ શકશે નહીં.એક સમયે લંડનમાં રહેતો રાજ શિલ્પા સાથે લગ્ન કર્યા બાદ મુંબઈમાં રહેવા લાગ્યો છે.
રાજ હાલ અભિનેત્રી પત્ની સાથે જુહુમાં આવેલા ‘કિનારા’ બંગલોમાં રહે છે. જુહુ બીચના કિનારે આવેલા બંગલોમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.આ સિવાય તેમનો યુકેમાં સેન્ટ જ્યોર્જ હિલ એસ્ટેટ પર ‘રાજ મહેલ’ પણ છે.
ઘરમાં બારથી લઈ પત્તા રમવા સુધીની સુવિધાઓ
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા મુંબઈના જુહુમાં આવેલા બંગલોમાં રહે છે. ‘હરે રામા હરે ક્રિષ્ના’ની નજીક આવેલા તેના આ બંગલોનું નામ કિનારા છે. આ બંગલો બહુમાળી ઈમારત છે. શિલ્પાના આ ઘરમાં અનેક સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઘરમાં બારથી લઈ પત્તા રમવા સુધીની સુવિધાઓ છે. રાજ કુન્દ્રાને પોકર રમવાનો શોખ છે.માત્ર એટલું જ નહીં આ બંગલોનો છેડો જુહુ બીચને સ્પર્શે છે.
યુ.કેમાં 7 બેડરૂમ સ્વીમીંગ પૂલ સાથેનું લક્ઝુરીયસ ઘર
તેની પાસે યુ.કેના સરેમાં આવેલા વેબ્રિજમાં એક સાત બેડરૂમનું લક્ઝરીયસ ઘર છે.100 કરોડની કિંમતનું આ મેન્સન સેન્ટ જ્યોર્જ હિલ એસ્ટેટ પર આવેલુ છે. આ એસ્ટેટ પર બેહદ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવાથી શિલ્પાને કમ્ફર્ટેબલ અને ફેમિલિ હોમ હોવાનો અહેસાસ થાય છે.ઘરમાં પ્રવેશતા જ બે રિસેપ્શન રૂમ સહિત ડબલ ડોરનો ગ્રાન્ડ હોલ આવેલો છે.જ્યારે ડાબી બાજુ નીચે ઉતરતા સ્વીમીંગ પૂલ આવેલો છે.
યુકેમાં આવેલુ ઘર
સૌજન્ય
દિવ્ય ભાસ્કર