iOS યુઝર્સ માટે આવ્યુ Whatsapp વોઇસ કોલિંગ ફિચર, ટ્વિટર પણ થયુ અપડેટ

Whatsapp has voice calling feature for iOS users, but Twitter was updated

લોકપ્રિય ઇંસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપને એન્ડ્રોઇડ યુઝર્સ બાદ હવે iOS યુઝર્સ માટે પણ વોઇસ કોલિંગ ફિચર અપડેટ કરવાનુ શરૂ કરી દીધુ છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક મહિના પહેલા વોટ્સએપે વોઇસ કોલિંગ ફિચર રોલ આઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જ તમામ એન્ડ્રોઇડ યુઝર્સ સુધી પહોચ્યુ છે.

* તમામ યુઝર્સ સુધી પહોચવામાં લાગશે સમય –

iOS યુઝર્સ માટે વોટ્સએપ વોઇસ કોલિંગ ફિચર ધીરે-ધીરે પહોચાડવામાં આવશે. જો કે કેવી રીતે અપડેટ કરવામાં આવશે તે અંગ કંપનીએ કોઇ જાણકારી નથી આપી. બની શકે છે કે વોઇસ કોલિંગ અપડેટ થયા બાદ એન્ડ્રોઇડ યુઝર્સ ની જેમ iOS સિસ્ટમ યુઝર્સને ઇન્વાઇટ સુધી રાહ જોવી પડશે. જો કે એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ વોઇસ કોલિગં ફિચર ઇન્વાઇટ સિસ્ટમ અપડેટ થઇ ચુક્યુ છે. આ પ્રોસેસમાં જે યુઝર પાસે પહેલેથી વોટ્સએપ વોઇસ કોલિંગ અપડેટ હતી તે એક વખત કોલ કરતા બીજા યુઝરના ડિવાઇસમાં આ ફિચર અપડેટ થતુ હતુ.

* કેવી રીતે મળશે વોઇસ કોલિંગ ફિચર –

વોટ્સએપ વોઇસ કોલિંગ ફિચર iOS યુઝર્સ માટે iOS 8 ના નવા એક્સટેન્સન અપડેટ સાથે આવશે. આ નવા અપડેટ સાથે યુઝર્સ વોટ્સએપ અને બાકીની એપ્સ વચ્ચે ફોટો, વીડિયો, લિંક વગેરે સેન્ડ કરી શકશે. યુઝર્સ ચેટિંગ દરમિયાન ફોટો પણ ક્લિક કરી શકશે.

* વોટ્સએપનુ નવુ વર્જન-

એપ્પલ આઇટ્યુન્સ સ્ટોરના ડેટા પ્રમાણએ એપ વર્જન 2.12.1 સાથે વોટ્સએપ વોઇસ કોલિગં ફિચર અપડેટ થઇ જશે. વોટ્સએપની નવી iOS અપડેટ ડિસ્ક્રિપ્શનમાં તેની જાણકારી આપવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે નવી અપડેટ બાદ પોતાના મિત્રોને વોટ્સએપની મદદતી ફ્રિ કોલ કરી શકાશે. અપડેટ બાદ iOS યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સને વોટ્સએપમાં સીધા એડિટ કરી શકશે.

Whatsapp has voice calling feature for iOS users, but Twitter was updated

* ટ્વીટર પણ થયુ અપડેટ –

ઓનલાઇન અબ્યુઝથી પોતાના યુઝર્સને બચાવવા માટે ટ્વીટરે એક નવી પગલુ ભર્યુ છે. ટ્વીટરે પોતાની નવી થ્રેટ પોલિસીમાં થોડા ફેરફાર કર્યા છે. ટ્વીટર પ્રમાણે નવા ફેરફારોના કારણે યુઝર્સ સુધી આપત્તિજનક ટ્વીટ પહોચવી વધારે મુશ્કેલ થઇ જશે.

ટ્વિટર પર આવ્યુ નવુ ફિલ્ટર, ઓટોમેટિક નિકળી જશે અબ્યુઝ કંન્ટેન્ટ

માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટરે એક નવુ ફિલ્ટર લોન્ચ કર્યુ છે. આ ફિલ્ટરની મદદથી આપત્તિજનક મેસેજ ઓટોમેટિક યુઝર્સના નોટિફિકેશનમાંથી નીકળી જશે. નવી પોલિસી વિશે ટ્વીટરના પ્રોડક્ટ મેનેજમેન્ટ હેડ ઇન્ડિયા- શ્રેયસ દોષીએ પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યુ હતુ કે નવી પોલિસીને જોતો સોશ્યલ નેટવર્ક પર અબ્યુઝ કંન્ટેન્ટને લોક કરી દેવામાં આવ્યા છે. તેની મદદથી સાઇબર બુલિંગ અને સ્પામ જેવી વસ્તુઓ વિશે જાણકારી મેળવવી સરળ બની જશે.

બ્લોગ પ્રમાણે ટ્વીટર તરફથી એક પ્રોડક્ટ ફિચર પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યુ છે. જેનીમદદથી તમે જાણી શકશો કે આપત્તિજનક કન્ટેન્ટ ક્યાથી આવી રહ્યુ છે. નવુ ટુલ કેવુ હશે અને તે કેવી રીતે કામ કરશે તે વિશે ટ્વીટર તરફથી કોઇ ડિટેલ્ડ જાણકારી આપવામાં નથી આવી. ટ્વીટર તરફથી એ વાત ક્લિયર કરવામાં આવી છે કે યુઝર્સ જેવી રીતે ટ્વીટરનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં યુઝર્સને કોઇ ફર્ક નહી પડે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,476 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 30