Internet નો વપરાશ તો કરો છો પણ શું તેના વિષે આ વાતો જાણો છો?

vcs5oybcfod8rpgtlsfr

ઈન્ટરનેટે થોડા જ વર્ષોમાં લોકોની જીંદગી બદલી નાખી છે. આનો એવો પ્રભાવ છે કે લોકો તેને શબ્દ દ્વારા વ્યક્ત ન કરી શકે. અહી ઈન્ટરનેટ સંબંધિત જાણકારીઓ જણાવવામાં આવી છે.

* વિશ્વમાં ઈન્ટરનેટનો વપરાશ – વિશ્વની કુલ 730 કરોડ જનસંખ્યા માંથી લગભગ 40% લોકો એટલેકે લગભગ 300 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

* ભારતની કુલ 125 કરોડ વસ્તીમાંથી લગભગ 25 કરોડ (20%) લોકો જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

* તમને જાણીને આશ્ચર્ય થશે કે PMO ઓફિસ માં ઈન્ટરનેટની ઝડપ સામાન્ય સ્પીડ કરતા 17 ગણી વધારે હોય છે.

* તમને જાણકારી માટે જણાવી દઈએ કે ભારતમાં જ કોચી ના એક ગામમાં 1Gbps ઇન્ટરનેટની સ્પીડનો વપરાશ કરવામાં આવે છે, જે PMO ઓફિસની સ્પીડ કરતા 30 ગણી વધારે સ્પીડ છે.

* 1991 પહેલાં એક પણ વેબસાઇટ ન હતી. જોકે ઈન્ટરનેટ પર આજે લગભગ 100 કરોડ કરતાં પણ વધારે વેબસાઇટ્સ રજીસ્ટર્ડ છે અને સતત વધતી જ રહે છે.

social-media1

* ઈન્ટરનેટ પર પ્રત્યેક સેકંડમાં લગભગ 24,00,000 ઈ-મેલ્સ મોકલવામાં આવે છે.

* વોટ્સએપ પર પ્રત્યેક સેકંડમાં લગભગ 2,50,000 મેસેજીસ મોકલવામાં આવે છે.

* એક સેકન્ડમાં YouTube પર લગભગ 1,00,000 વિડિઓ જોવામાં આવે છે.

* પ્રત્યેક સેકંડમાં ગુગલ પર લગભગ 60, 000 કરતાં વધુ સર્ચ કરવામાં આવે છે.

* ટ્વિટર દર સેકંડે લગભગ 10,000 ટ્વીટ્સ કરવામાં આવે છે.

* પ્રત્યેક સેકન્ડે ઈન્ટરનેટ પર લગભગ 27,000 GB નું ટ્રાફિક હોય છે.

* પ્રત્યેક સેકંડમાં Instagram પર 2000 ફોટોઝ અપલોડ કરવામાં આવે છે.

* દર સેકંડે લગભગ 1900 સ્કાઈપ કોલ કરવામાં આવે છે.

* ઈન્ટરનેટ સ્પીડના કિસ્સામાં દક્ષિણ કોરિયા પ્રથમ ક્રમે આવે છે, જ્યાં ઈન્ટરનેટની સ્પીડ સૌથી વધુ છે. અહી સામાન્ય માણસો માટે 24 એમબીપીએસ ની સ્પીડે ઈન્ટરનેટ ચાલે છે.

* દુનિયાભરમાં દરરોજ 30 હજાર વેબસાઇટ્સ હૅક થાય છે.

* ઈન્ટરનેટ પર વધારે ટ્રાફિક માણસો દ્વારા નથી પરંતુ ઈન્ટરનેટ ટ્રાફિકનો વધારે હિસ્સો Google જેવી મોટી કંપનીઓ દ્વારા થાય છે.

* ફિલિપાઈન્સ ના દક્ષિણ-પૂર્વ એશિયન દેશોમાં સૌથી ધીમું ઇન્ટરનેટ ચાલે છે. માત્ર 3.54 એમબીપીએસ ની સ્પીડે ઈન્ટરનેટ ઉપલબ્ધ છે.

Comments

comments


17,327 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 13