ઇન્સ્ટન્ટ બટાટાની વેફર – એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ને પાછી બને પણ ફટાફટ તો નોંધી લો ને બનાવો…..,

આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બટાટા ની વેફર ,આ વેફર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે બહારથી જે વેફર આપણે લાવીએ છીએ તે કેવા તેલમાં તળી હોય એનો આપણને ખ્યાલ નથી હોતો જયારે ઘરની બનાવેલી વેફર એકદમ ચોખ્ખી અને સરસ હોય છે સાથે બજાર કરતા સસ્તી પણ હોય છે તો હવે જયારે પણ ઉપવાસ હોય કે બાળકોને વેફર ખાવાનું મન થાય તો ઘરે જ આ રીતે સરસ વેફર તૈયાર કરીને આપજો ,બાળકો તો ખુશ થઈ જ જશે સાથે જ એમનો બીમાર પાડવાનો ડર પણ નહી રહે.

સામગ્રી :

  • 1) ૨૫૦ ગ્રામ બટાટા (બે નંગ ),
  • 2) મીઠું ,
  • 3) તેલ ,
  • 4) મરી પાવડર,
  • 5) બરફ નું ઠંડુ પાણી.

રીત :

1) બટાટા ને છોલીને તેની પાતળી વેફર બનાવી લો 2) વેફર ને તરત બરફના ઠંડા પાણીમાં નાખી દો સાથે જ એમાં ૨ નાની ચમચી જેટલું મીઠું ઉમેરો અને વેફર ને ૧૫ મિનીટ એમાં જ રહેવા દો 3) હવે એને આ રીતે કોટન ના કપડા પર પાથરી દો અને ૨૦ મિનીટ રહેવા દો 4) એક વાટકીમાં મરી પાવડર અને મીઠું મિક્ષ કરી લો 5) હવે વેફર તળવા માટે તેલ ગરમ મુકો,તેલ એકદમ સરસ ગરમ થાય એટલે એમાં એક એક વેફર છુટ્ટી કરીને એડ કરો જેથી ચોટી ના જાય 6) થોડી વાર ગેસને મીડીયમ થી હાઈ પર રાખો આશરે ૨ મિનીટ પછી પાણી ના બબલ્સ થોડા ઓછા થાય એટલે ગેસ સ્લો થી મીડીયમ રાખીને વેફર ને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવતા જઈ તળી લો .7) વેફર તળાઈ ને તૈયાર છે તેના પર મસાલો છાંટો અને મિક્ષ કરી લો 8) હવે આપણી બટાટાની ઇન્સ્ટન્ટ વેફર બનીને તૈયાર છે.

નોંધ – વેફર બનાવવા જે સ્પેશિયલ વેફરના બટાટા આવે છે એ જ વાપરવા તો રીઝલટ સરસ મળશે ,જો બટાટા ની ક્વોલીટી સારી ના હોય તો વેફર તળતી વખતે લાલ થઈ જાય વેફર તળતા ગેસની ફ્લેમ નું ખાસ દયાન રાખવું ,જો એકાદ વેફર પોચી રહી ગઈ હોય તો એને અલગ કરી દો નહી તો એના લીધે બીજી વેફર પણ પોચી થઈ જશે .

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


4,829 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5