આજે આપણે જોઈશું ફક્ત ૨ થી ૩ મિનીટમાં બની જાય એવી ઇન્સ્ટન્ટ ભેળ ,આ ભેળ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ભેળ તો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફૂલ બને છે તો હવે બાળકોને ફટાફટ કોઈ નાસ્તો બનાવીને આપવો હોય કે અચાનક કોઈ મહેમાન આવે ત્યારે આ ઇન્સ્ટન્ટ ભેળ બનાવીને ટ્રાય કરજો ઓછી મહેનતમાં સરસ નાસ્તો તૈયાર થઈ જશે તો ચાલો એની રીત જોઈ લઈએ.
સામગ્રી
- ૧/૨ વાટકી – ટોમેટો કેચપ,
- ૧ ચમચી – લીલી તીખી ચટણી,
- ૧/૨ વાટકી – સમારેલા ટામેટા,
- ૧/૨ વાટકી – બાફીને સમારેલું બટાકું,
- ૧/૨ વાટકી – ઝીણી સમારેલી કાચી કેરી,
- ૧/૨ વાટકી – ઝીણી સમારેલી કાકડી,
- ૧/૨ વાટકી – બેસનની સેવ,
- ૧/૨ વાટકી – ખાટું મીઠું ચવાણું,
- ૨ વાટકી – વઘારેલા મમરા,
- સમારેલી ડુંગળી (ઓપ્શનલ ),
- થોડો ચાટ મસાલો ,
- કોથમીર
રીત :
1) સૌથી પહેલા એક બાઉલમાં ટોમેટો કેચપ ,ચટણી અને થોડું પાણી મિક્ષ કરી લો 2) આ રીતે ચટણી જેવું બની જશે
3) એક મોટા બાઉલમાં બધા વેજીટેબલ ,બનાવેલી ચટણી ,ચાટ મસાલો અને કોથમીર એડ કરો
4) હવે એમાં સેવ,ચવાણું અને મમરા એડ કરી બધું સરસ રીતે મિક્ષ કરી લો
5) હવે આ ઇન્સ્ટન્ટ ભેળ સર્વિંગ માટે તૈયાર છે
નોંધ – અત્યારે મેં આ રેસીપીમાં લસણની ચટણી કે ડુંગળી એડ નથી કરી તમારે કરવી હોય તો કરી શકો ,ભેળને બનાવીને તરત જ સર્વ કરવી.
સૌજન્ય : શ્રીજી ફૂડ