“મગઝ” નાના મોટા બધા ની ભાવતી મીઠાઈ છે. થોડી નાની નાની ટીપ્સ અને એકદમ પરફેક્ટ મગઝ …

આ મીઠાઈ મારી દીકરી ને બહુ પ્રિય છે . આ મગઝ ની રીત માં મેં બાદમ નો ભૂકો પણ ઉમેર્યો છે કારણ કે મારી દીકરી ને સુકામેવા જરાય પસંદ નથી પણ આ રીતે એને ખબર પણ ની પડતી કે બાદમ મેં ઉમેરેલી છે .. આપ ચાહો તો સાદા પણ બનાવી શકાય. હું આ રીત મારી મોટી બેન પાસે થી શીખેલી , તો ચાલો આજે તમારી સાથે પણ શેર કરું .

સામગ્રી :

  • • ૨ વાડકા ચણા નો કરકરો લોટ,
  • પોણો વાડકો ઘી (પીગળેલું),
  • • ૧.૫ વાડકો ખાંડ નો ભૂકો,
  • • પોણો વાડકો બાદમ નો ભૂકો,
  • • ૧/૨ ચમચી એલૈચી નો ભૂકો,
    • સજાવટ માટે બાદમ,

રીત :

 

ઘી અને બેસન ને microwave ના વાસણ માં મિક્ષ કરો . ૨ min માટે microwave કરો .

અહી microwave ના microwave option માં જ ગરમ કરવાનું છે .ગ્રીલ , બેક ,વગેરે માં નહિ ..

૨ min માટે microwave કાર્ય બાદ બહાર કાઢી હલાવો અને ફરી ૨ min માટે microwave કરો .. ટોટલ ૬-૭ min માટે ગરમ કરવાનું છે .

તમે જોઈ શકશો કે બેસન નો કલર પૂરો બદલાઈ જશે અને મસ્ત સુંગધ આખા રસોડા માં ફેલાઈ જશે .

હવે બાદમ નો ભૂકો ઉમેરો .

હવે ફરી ૨૦ સેકન્ડ માટે microwave કરો . બસ બહાર કાઢી ઠંડુ થવા દો ..

પૂરી રીતે ઠરી જાય એટલે એમાં ખાંડ નો ભૂકો અને એલૈચી ભૂકો ઉમેરો .

નાના ગોળ લાડવા વાળી લો અને સજાવો બાદમ થી .

 

જો લાડવા ના વાળે તો ૧-૨ ચમચી ઘી ઉમેરી શકાય ..બસ તૈયાર છે આ સ્વાદિષ્ટ અને જડપી લાડૂ ..

રસોઈની રાણી : રૂચી શાહ 

શેર કરો આ પ્રખ્યાત મીઠાઈની રેસીપી તમારા મિત્રો સાથે… અને લાઇક કરો અમારું પેજ.

Comments

comments


3,614 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 6