ખાવાના શોખીન છો, તો દેશના અલગ-અલગ રાજ્યોમાં મળતી થાળી અને ત્યાંના પારંપરિક વ્યંજનોને ચાખવા તમને જરૂર ગમતા હશે. તમે ભારતના અનેક જગ્યાઓ પરનો સ્વાદ ચાખ્યો પણ હશે, પરંતુ આજે અમે તમને દેશના અલગ અલગ ભાગમાં મળતી એવી થાળી વિશે બતાવવા જઈ રહ્યાં છે, જેને એકલા તમે ક્યારેય ખાઈ નહિ શકો. આ થાળી જો ખાવાની તમને ઈચ્છા થાય તો તમારે તેને ખાવા માટે તમારા દોસ્તારોને જરૂર સાથે લઈ જજો. તો જ તમે આ થાળી પૂરી કરી શકશો. આ થાળીઓને દેશની સૌથી મોટી ખાવાની થાળી કહેવાય તો તે જરાય ખોટું નથી. તમે ય જોઈ લો કે આ કઈ કઈ થાળીઓ છે.
મુંબઈના થાણેમાં મિનિ પંજાબ લેક સાઈડ ધાબા પર મળતી દારા સિંહ થાળીને તમે મુંબઈની સૌથી મોટી થાળી કહી શકો છો. પંજાબી ફૂડથી ભરેલી આ થાળી જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે. પરંતુ તેના કરતાં પણ વધુ તમને ડર અને ગભરામણ થશે. આ થાળીમાં આજ સુધી ૪૦થી વધારે આઈટમ સર્વ કરાય છે કોઈપણ જલ્દીથી પૂરી કરી શકે એમ નથી. આ થાળીમાં તમને વેજ અને નોન-વેજ બંનેનો ઓપ્શન મળશે. જેમાં આલુ પરોઠા, ચૂર-ચૂર નાન, મકાઈની રોટલી, મુર્ગ-મુસલ્લમ રાઈસ, લૈમ્બ યોગર્ટ કરી, ચિકન અમૃતસરીની સાથે અનેક વસ્તુઓ તેમાં સામેલ હોય છે. તેમાં 4 પ્રકારના બારબેક્યુ ઓપ્શન, 3 ચાટ ઓપ્શન, 1 સૂપ, અથાણું, ચટણી અને 7 પ્રકારની મીઠાઈઓ સામેલ છે. આ થાળીની કિંમત 999થી લઈને 1299 રૂપિયા સુધી છે.
પૂર્ણમાં જે.એમ. રોડ પર હાઉસ ઓફ પરાઠાના નામથી ફેમસ રેસ્ટોરન્ટમાં મળનારી બાહુબલી થાળીને તમે એકલા ખાવામાં સફળ નહિ જ થઈ શકો. આ હાઉસ પરાઠામાં મળનારી બાહુબલી થાળીમાં દેવસેના પરોઠા, કટપ્પા બિરયાની, શિવગામી શાહી પકવાન, ભલ્લાલ દેવ પટિયાલા લસ્સી અને બીજી પણ અનેક વસ્તુઓ ખાવામાં મળશે. 5 પ્રકારના ફ્રાયર્સની સાથે અહીં 5 પ્રકારની સ્વીટ ડિશ પણ ખાવામાં પિરસાય છે. જેની સાથે રાયતા, પાપડ, ચટણી, સલાડ અને બહુ જ લઝીઝ ખાવાની વસ્તુઓ મળી રહે છે. અહીં તમને 3 અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ પણ પિરસવામાં આવે છે.
રાજસ્થાન દેશમાં સૌથી વધુ ઝાયકા માટે ફેમસ છે. અહીં મળનારી રાજસ્થાની થાળી ખાવા માટે તમારે મિત્રો અને પરિવાર સાથે જરૂર આવવું જોઈએ. આ થાળીમાં દાલબાટી ચુરમા, મિસ્સી રોટી, ગટ્ટે કી સબજી, પંચમેલા દાલ, લાલ માંસ અને બાજરાની રોટલી તો પિરસાય જ છે. પણ સાથે જ દહીં, છાશ, મીઠાઈ અને અન્ય ઘણી બધી વસ્તુઓ પણ ખાવામાં મળી જાય છે. મીઠાઈઓની વાત કરીએ તો તેમાં ગુંદરના લાડુ અને ઘેવર તો સામેલ હોય જ છે. તો હવે જ્યારે પણ રાજસ્થાન જવાનું પ્લાન કરો, તો તમે મેન્યૂમાં સામેલ રાજસ્થાની ડિશ જરૂર ટ્રાય કરજો.
જો તમને પારંપરિક ભારતીય ભોજન ઓછું ગમે છે, અને તમે જંક ફુડ કે કોન્ટીનેન્ટલ ફૂડના શોખીન છો, તો તમે મુંબઈની કોન્ટીનેન્ટલ થાળી પસંદ કરી શકો છો. આ થાળીમાં પાસ્તા, ગાર્લિક બ્રેડ, ચિકન, ફ્રેન્ચ ફાઈસની સાથે અન્ય પ્રકારના ફ્રાયર્સ પણ ખાવામાં મળી જશે. તેની સાથે જ તમે થાળીમાં પણ 4 અલગ અલગ પ્રકારના મેઈન ઓપ્શન પસંદ કરવાનો મોકો મળશે. આ થાળીનો ભાવ 1200 રૂપિયાથી શરૂ થાય છે.
ઓથેન્ટિક સી ફૂડ થાળી, ગોવા
ગોઆ જાઓ, અને ત્યાંનુ સી ફૂડ ન ખાઓ એવું તો કરતા જ નહિ. જો તમે પણ સી ફૂડના શોખીન છો, તો અહીં મળનારી સી ફૂડ થાળી તમારા માટે પરફેક્ટ ઓપ્શન છે. તેમાં તમને ગોવાની ફેમસ ડિશ સાબુદાણા વડાથી લઈને ક્રેબ, ઝિંગા અને બીજી પણ અન્ય પ્રકારની ફિશની વેરાયટી ચાખવા મળશે. સાથે જ બિયર પણ પિરસાય છે. તો બસ, હવે જ્યારે પણ ગોવા જવાનો પ્લાન કરો, તો તેમાં ગોવાનું સૌથી ઓથેન્ટિક સી ફૂડની થાળી ખાવાનું જરા પણ ન ભૂલતા.
લેખ સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક જાણવા જેવી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.