અત્યારે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ૫ ટેસ્ટની સીરીઝ ચાલી રહી છે જેમાં ભારત ૩-૧ થી પાછળ છે. ભારત T-૨૦ માં આગળ હતું જયારે ઈંગ્લેંડ વનડેમાં. ભારતની આ ટુર ખુબ જ મોટી અને આતુરતાથી ભરપુર રહી છે જેમાં કોની જીત થશે અને કોની હાર, એ છેલ્લા સમય સુધી નક્કી કરવું પણ અઘરું હતું.
આજે અમે આ ટેસ્ટ સીરીઝનો એક અનોખો કિસ્સો લઈ આવ્યા છીએ જે સંભાળીને તમારી વિરાટ કોહલી પ્રત્યેની રીસ્પેકટમાં વધારો થઈ જશે.
આ વાત છે નોટીંગહમ ટેસ્ટની.
રિષભ પંત જેણે આ ઈંગ્લેંડ ટેસ્ટથી પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી તેણે શરૂઆતમાં તો ઘણી સારી બેટિંગ કરી હતી. આ દરમિયાન ઈંગ્લેંડના સીનીયર બોલર સ્ટુઅર્ટ બ્રોડએ રિષભને બોલ્ડ કર્યો હતો અને તેની આગળ ખુબ જ ખરાબ રીતે તેની વિકેટની ઉજવણી કરી હતી.
રિષભ પંત એક નવોદિત ક્રિકેટર હોવાથી સ્ટુઅર્ટ બ્રોડ જેવા સીનીયર ક્રિકેટરને કશું પણ બોલ્યા વગર પીચની બહાર નીકળી ગયો. જો કે આ બધું પેવેલિયનમાં બેઠા બેઠા વિરાટ કોહલી દેખતો જ હતો.
આથી બીજી ઈનીંગમાં સ્ટુઅર્ટ બ્રોડ જયારે બેટિંગ કરવા આવ્યો ત્યારે વિરાટે બ્રોડને કઈક કહ્યું હતું જે કારણે બ્રોડ બોલ્યો
‘આ થોડું વધારે થઈ ગયું.’
પરંતુ કોહલીએ આનો ખુબ જ ભારપૂર્વક જવાબ આપતા કહ્યું
‘અમારી ટીમના નવા ક્રિકેટરને હેરાન કરીશ, તો આવું સાંભળવું જ પડશે..’
જવાબમાં બ્રોડ હસવા લાગ્યો અને કહ્યું ‘વિરાટ, આ ટેસ્ટ ક્રિકેટ છે. એમાં આવું ચાલ્યા કરે.’
પરંતુ બ્રોડ ખોટો હતો. અને તે જ કારણે તેને એ ટેસ્ટ પછી ટેસ્ટ ફી ના અમુક ટકા દંડ તરીકે પણ ભરવા પડ્યા હતા.
એક કેપ્ટન તરીકે નહિ, પણ એક ટીમ પ્લેયર તરીકે પણ પોતાની ફરજ નિભાવવામાં વિરાટ પાછળ નથી પડતો.
શું કહેવું?
આ ગમ્યું હોય તો કમેન્ટમાં લખી દો ‘કિંગ કોહલી’…
લેખન.સંકલન યશ મોદી