ઈંડા વગર માત્ર ૧૦૦ ગ્રામ રવામાંથી સરળતાથી ઘરે જ બનાવો નરમ અને સ્વાદિષ્ટ “રવા કેક”

મિત્રો તમને “કેક” નું નામ સાંભળીને મોમાં પાણી આવી ગયું હશે. લોકો હંમેશા “સ્વીટ કેક” બનાવતા હોય છે પણ આજની રેસીપી માં એક નમકીન કેક છે. જેની સામગ્રી પણ ઘરમાંથી જ મળી રહેશે. કોઈ વખત તમને ગરમા ગરમ નાસ્તો કરવાનું મન થાઈ ત્યારે તમે આ કેક બનાવી શકો છો. અને આ કેક તમે મહેમાનોને પણ ખવડાવી શકો છો.આ કેક ફટાફટ બની જાઈ છે. તો ચાલો શિખયે રવા માથી કેક બનાવતા.

સામગ્રી:

રવો અડધો કપ

દોઢ કપ પાણી,

ચમચી તેલ,

બે બાફેલા બટેટા,

લીલા મરચા જીણા સમારેલા,

જીરૂ,

ચમચી ચાટ મસાલો,

ચમચી લાલ મરચું પાવડર,

હળદર અડધી ચમચી,

સ્વાદ અનુસાર નમક,

આદૂ લસણની પેસ્ટ,

સમારેલી કોથમીર,

મકાઈનો લોટ બે ચમચી.( મકાઈના લોટને બદલે મેંદાનો લોટ અથવા ચોખાનો લોટ પણ લઈ શકાઈ.)

કેક બનાવવાની રીત:

એક કડાઈ માં સૌપ્રથમ રવાને શેકી લેવો. રાવને ધીમા તાપે શેકવો. અને રવાને સતત હલાવતા રહેવાનો છે. હવે તેમાં દોઢ કપ પાણી નાખવું. હવે તેને બરાબર હલાવી લો. પછી તેમાં એક ચમચી તેલ નાખવું. જેથી નમકીન એકદમ સ્મૂથ બનશે. ત્યારબાદ બધું હલાવીને મિક્સ કરી લેવું. પછી તેને ત્રણથી ચાર મિનીટ સુધી ઢાંકીને ધીમા ગેસ પર પકવવું.

જ્યાં સુધી તે મિશ્રણ પાકે ત્યાં સુધીમાં બીજું મિશ્રણ બનાવવું. તેના માટે બટેટા બાફી તેનું છીણ કરી લેવું. બાફેલા બટેટાના છીણમાં જીણા સમારેલા લીલા મરચા, જીરૂ, હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો પાવડર, કોથમીર, આદૂની પેસ્ટ નાખી મિક્ષ કરી દેવું. ત્યારબાદ તેમાં બે ચમચી મકાઈનો લોટ નાખી તેને બરાબર મિક્સ કરી લેવું.

હવે રવાનું મિશ્રણ પાકી ગયું હશે તેને ગેસ પરથી ઉતારી લેવું. તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ કરવું. ત્યારબાદ તેમાં બટેટાનું મિશ્રણ ઉમેરી દો. હવે બંનેને હલાવીને મિક્સ કરીને લોટ જેવું બનાવો. પછી એક પ્લેટ માં તેલ લગાવી લો અને તેની પર રવાનું બનાવેલું મિશ્રણ નાખવું. ત્યારબાદ તેને વીસથી પચ્ચીસ મિનીટ સુધી ફ્રીઝમાં સેટ થવા મૂકવું.

દોસ્તો આપણે જે “મિશ્રણ” બનવું છે તેને ફ્રીઝમાંથી કાઢી લો. ત્યારબાદ જે શેપની નમકીન કેક જોઈએ છે તે શેપમાં તેને કાપી લો. તૂટે નહિ તે રીતે કાપવી. આ કેક ને હવે તમારે તળવાની છે. તેના માટે એક પેન માં તેલ નાખી નમકીન કેકના ટૂકડાને પેન પર મૂકી દો.. એક બાજુથી આછો ગોલ્ડન રંગ આવી જાય ત્યારે તેને ઉલટાવવી.બીજી બાજુ પણ તેલમાં સેકી લેવી. હવે તેને એક પ્લેટમાં કાઢી લો. તો તૈયાર છે તમારી રવા નમકીન કેક.

Comments

comments


4,825 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 1