આઇસ હલવો (ICE Halwa)
સામગ્રી :
- અડધો કપ મેંદો અથવા ઝીણો રવો
- અડધો કપ ઠંડું દૂધ
- અડધો કપ ઘી
- ૧ કપ સાકર
- અડધી ટીસ્પૂન એલચી ક્રશ
- ૧૦થી ૧૨ કેસરના તાંતણા
- ચપટી પીળો અથવા સફેદ ફૂડ-કલર
- પા કપ બદામ અને પિસ્તાની કતરણ
અન્ય સામગ્રી :
- બટર
- બટર-પેપર
- વેલણ
રીત :
એક નૉન-સ્ટિક કડાઈમાં ઘી લઈને એને સ્લો ગૅસ પર ગરમ કરવું. એમાં મેંદો અને દૂધ મિક્સ કરવું. સાથે સાકર અને કલર પણ મિક્સ કરી ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવું.
સ્લો ગૅસ પર લચકા પડતું કુક કરવું. એને બટર-પેપર પર પાથરી બીજા બટર-પેપરથી કવર કરી પાતળું વણવું. પછી બટર-પેપર કાઢી એના પર બદામ્ા, પિસ્તા, એલચી અને કેસરના તાંતણાથી ગાર્નિશ કરી લેવું.
પાછું બટર-પેપર રાખી એને વણી લેવું. એને બે-ત્રણ ઇંચ જાડાઈમાં વણી લેવું. પાંચથી દસ મિનિટ ઠંડું કરીને એના કાપા પાડી લેવા. આ હલવાને સેટ થવા માટે ચારથી પાંચ કલાક લાગે છે. આઇસ હલવામાં વ્ાચ્ચે-વચ્ચે બટર-પેપર ગોઠવી એને ઍર-ટાઇટ ડબ્બામાં ભરી લેવો.
નોંધ : આ મિક્સ્ચરને માઇક્રોવેવ અવનમાં પાંચથી સાત મિનિટ માટે કુક કરી શકાય છે.