IAS અધિકારી બનવું છે અને અંગ્રેજીમાં કોચિંગ ફાવતું નથી તો તમારી માટે આ જગ્યા બેસ્ટ છે…

કરિયર માટે ગંભીર અને પરીક્ષામાં સિરીયસ એવા વિદ્યાર્થીઓ કારકિર્દીમાં આઇ.એ.એસ. બનવાનું સપનું ધરાવે છે. જો તમે પણ આઇ.એ.એસ.નો અભ્યાસ શરૂ કરવા માંગો છો, તો સૌથી પહેલાં તો એ જાણી લો કે ભારતના કયા શહેરોમાં આઈ.એ.એસ.નું કોચિંગ સૌથી બેસ્ટ થાય છે.  છેલ્લા થોડા વર્ષોનો ટ્રેન્ડ, વિદ્યાર્થીઓમાં લોકપ્રિય અને બેસ્ટ પરિણામના આધાર પર આજે અમે તમને કેટલાક એવા શહેરોના નામ બતાવવા જઈ રહ્યાં છે, જ્યાં આ આકરી પરીક્ષાને પાર કરવા માટે બહુ જ સારું કોચિંગ આપવામાં આવી રહ્યું છે.

દિલ્હી

દરેક સુખ અને સુવિધા માટે દિલ્હી શહેર ટોચ પર આવે છે. ત્યારે શિક્ષણના લિસ્ટમાં પણ દિલ્હીનું શિક્ષણ પ્રથમ હરોળમાં આવે છે. છેલ્લા થોડા વર્ષોના પરિણામોનું વિશ્લેષણ કરશો, તો આઈ.એ.એસ.માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું સૌથી મોટુ કનેક્શન દિલ્હીમાં નીકળશે. અહીં મળી રહેતું ઉચ્ચસ્તરીય કોચિંગ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સારી રીતે તૈયાર કરે છે.

ઈલાહાબાદ

હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા લોકો માટે ઈલાહાબાદ એક ખૂબ જ લોકપ્રિય શહેર છે. આ શહેરમાં તમને યોગ્ય ફીમાં સારા કોચિંગ મળશે. સિવિલ સર્વિસીઝ પરીક્ષાના લિસ્ટમાં હિન્દી માધ્યમ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો પર ધ્યાન આપશો, તો સૌથી વધુ તમને ઈલાહાબાદના વિદ્યાર્થીઓ જ જોવા મળશે. ઈલાહાબાદમાં બદોરિયા એકેડેમી, બીપિન એકેડેમી, આર.સી. સિન્હા એકેડેમી, કોસ્મોસ એકેડેમી, વર્ધમાન એકેડમી, નિષ્ઠા એકેડમી વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે

લખનઉ

લખનઉ શહેર પણ આઇએએસની પરીક્ષા માટે ખૂબ જ બેસ્ટ છે. આ શહેરમાં ઘણા જાણીતા કોચિંગ કેન્દ્રો આવેલા છે. યુપીની રાજધાની હોવાને કારણે લખનઉમાં શિક્ષણનું સ્તર પ્રાચીન સમયથી ઊંચું રહ્યું છે. લખનઉં શહેરની આસપાસ રહેતા આઈ.એ.એસ કરવા માંગાત લોકો માટે લખનઉ શહેર બેસ્ટ માનવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ સરળતાથી તમામ જરૂરી સુવિધાઓ મળી રહે છે. રાજધાની હોવાને કારણે અહીં રહેવાનો અને ખાવાનો ખર્ચ યુપીના અન્ય શહેરોની સરખામણીમાં વધુ આવે છે.

પટના

બિહારની રાજધાની પટનામાં આઇ.એ.એસની તૈયારીઓ બહુ જ સારી કરાવવામાં આવે બિહારમાંથી પસંદ ઉમેદવારોની યાદી જોઈને તમે સરળતાથી અહીંના વિદ્યાર્થીઓની લગન અને મહેનતનો અંદાજો લગાવી શકો છો. અહીં ઉચ્ચ સ્તરની કોચિંગ સંસ્થાઓ અને નાગરિક સેવાઓ માટે હકારાત્મક વાતાવરણ વિદ્યાર્થીઓને લાભ આપે છે. હિન્દી માધ્યમથી નાગરિક શિક્ષણની તૈયારીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બિહારનું પટના શહેર ખૂબ લોકપ્રિય છે. આ શહેર દિલ્હી, મુંબઈ, જયપુર અને લખનઉ કરતાં સહેજ ઓછું ખર્ચાળ છે

જયપુર

હા, પિંક સિટી નામના ભારતના આ શહેરમાં પણ તમે સિવિલ પરીક્ષા માટે તૈયાર કરી શકો છો. અહીં મીના સમુદાયની વસ્તી વધુ છે. અહીંથી પાસ થયેલા અનેક આઇ.એ.એસ. અધિકારીઓએ દેશનું નામ રોશન કર્યું છે. જયપુર શહેરમાં ઉચ્ચસ્તરીય કોચિંગ સેન્ટર્સ અને નાગરિક સેવાઓ માટે પોઝીટિવ વાતાવરણ પણ મળી રહે છે, જે તેમની સફળતામાં મહત્વનું ભાગ ભજવે છે. અહીં, દિલ્હીની અનેક પ્રખ્યાત સંસ્થાઓએ પોતાના કોચિંગ કેન્દ્રો ખોલ્યા છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

જે મિત્રોને આ માહિતીથી ફાયદો થવાનો હોય તેમની સાથે આ માહિતી અચૂક શેર કરજો.

Comments

comments


4,020 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 3 =