હની ચીલી પોટેટો – હવે ઘરે ઘરે બાળકો અને મોટાઓની ફેવરીટ બનશે..!

ઈન્સ્ટન્ટ સ્ટાર્ટર…દિલ્હીવાળાઓની ફેવરીટ !
એકવાર અચૂક બનાવજો, બાળકો અને મોટાઓ બધા આંગળા ચાટતા રહી જશે
હવે ઘરે ઘરે બાળકો અને મોટાઓની ફેવરીટ બનશે..!

સામગ્રી:

 • ૫-૬ બટેકા,
 • ૨ ચમચી લાલ મરચું,
 • મીઠું,
 • ૫-૬ ચમચા કોર્ન ફ્લોર/ મેંદો,
 • ૨-3 લીલી ડુંગળી,
 • ૧ કેપ્સીકમ,
 • 3 ચમચી લસણ પેસ્ટ,
 • ૧ ચમચી સોયા સોસ,
 • ૨ ચમચી ચીલી સોસ,
 • ૨ ચમચી ટોમેટો સોસ,
 • ૧ ચમચો મધ,
 • ૧ ચમચી તેલ,
 • તળવા તેલ,
 • તલ.

રીત:

– સૌ પ્રથમ બટેકાની છાલ નીકાળી ફિંગર ચિપ્સ જેવી લાંબી કાપી લો.

 

હવે એક વાસણમાં કોર્ન ફ્લોર લઇ તેમાં મીઠું, લાલ મરચું અને થોડું પાણી નાખી જાડી પેસ્ટ જેવું ખીરું બનાવવું.
– તેમાં ફિંગર ચિપ્સ મિક્ષ કરી કોટ કરી લેવું. (ટાઇમ હોય તો થોડીવાર રાખી મુકવું.)તેને મેરીનેટ કર્યું ક્હેવાય.

– પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
– તેલ ગરમ થાય કોટ કરેલી પોટેટો ફિંગર ગોલ્ડન તળી લેવી.

– એક વાસણમાં તેલ લઇ લસણની પેસ્ટ અને લીલી ડુંગળી નાખી થોડીવાર સાંતળી લેવું.

– હવે તેમાં કેપ્સીકમ, મધ, મીઠું ઉમેરી મિક્સ કરવું.
– પછી તેમાં સોયા સોસ, ચીલી સોસ અને ટોમેટો સોસ નાખી ૩-૪ મિનીટ સાંતળવું.પછી તેમાં તળેલી ચિપ્સ મિક્ષ કરી દેવી.

– પછી ગેસ બન્ધ કરી દેવો.
– તેને પ્લેટમાં લઇ ઉપરથી તલ અને થોડા લીલી ડુંગળીના પાન વડે ગાર્નીશ કરી સર્વ કરવું.


– તો તૈયાર છે ગરમ ગરમ હની ચીલી પોટેટો.

નોંધ:

– કેપ્સીકમ ન હોય તો પણ ચાલે.
– તીખાશ આપના ટેસ્ટ મુજબ કરી શકાય.
– સોસમાં વધ ઘટ કરી શકાય.
– મધને ક્યારેય હિટ ઉપર ન રાખવું, હમેશા કુકિંગ પ્રોસેસ પુરી થઈ જાય પછી ઉમેરવું.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,877 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 3 =