હોમમેડ પનીર – ઘરે બજાર કરતા સસ્તું, તાજું, સોફ્ટ અને ચોખ્ખું એવું પનીર બનાવીએ…..

હોમમેડ પનીર (Homemade Paneer)

પંજાબી સબ્જી લગભગ બધાને ભાવતી હોય છે અને બંગાળી મીઠાઈ… આહાહા મોમાં પાણી આવી ગયું…
પણ બને વસ્તુ માં પનીર જરૂરી છે…તો ચાલો ઘરે બજાર કરતા સસ્તું, તાજું, સોફ્ટ અને ચોખ્ખું એવું પનીર બનાવીએ.

હોમમેડ પનીર બનાવવા જોઈતી સામગ્રી:

  • 1 લીટર દૂધ (અમુલ તાજા કે શક્તિ),
  • 2 ટે સ્પૂન વિનેગર,
  • 2 ટે સ્પૂન પાણી,
  • ઠંડુ પાણી જરૂર મુજબ.

હોમમેડ પનીર બનાવવાની રીત:

સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લેવું, અને તેને ગરમ કરવા મૂકવું.દૂધ ગરમ થાય ત્યાંસુધી માં એક વાટકી લઇ તેમાં પાણી અને વિનેગર લેવું, અને મિક્સ કરી લેવું.દૂધને ઉભરો આવે ત્યાંસુધી ગરમ કરવાનું છે, પછી ગેસ બંધ કરી દેવો.
દૂધનો ઉભરો આવી જાય એટલે જે વાટકીમાં વિનેગર અને પાણી મિક્સ કરેલા હતા તેને સહેજ ગરમ કરવા મૂકવું.
પછી એક હાથે દૂધનો ચમચો ભરવો અને એક હાથે વીનેગરવાળી ચમચી ભરવી, પછી વિનેગર વાળી ચમચીને દૂધવાળા ચમચામાં રેડવી.

પછી તે ચમચાને બધા દૂધમાં હલાવીને મિક્સ કરવું, નીચે વિડિઓ આપેલ છે તમે જોશો તો વધારે આઈડિયા આવશે.

આમ બધું વીનેગરવાળું પાણી દૂધમાં ધીરે ધીરે મિક્સ કરતું જવું, મોટાભાગે આટલા વીનેગરવાળા પાણીથી દૂધ સરસ ફાટી જાય છે પણ જો ન ફાટે તો 1 tbdp વિનેગર અને 1 tbsp પાણી લઈ મિક્સ કરી સહેજ ગરમ કરી ઉમેરવું, તો તરત ફાટી જશે.હવે બીજી તપેલી પર ગરણી રાખી તેમાં આ દૂધ ફાટી ગયેલ છે તેને ગાળી લેવું, અને ગળાઈ જાય એટલે ઠંડુ પાણી રેડી બે વાર ધોઈ લેવું.જેથી બધી ખટાશ નીકળી જાય. પછી ત્રીજી વાર ડાયરેકટ પાણીમાં પનીર ને લઈ લેવું. અને મસળીને ધોઈ લેવું.
પછી તેને ફરીથી ગાળીને ધોયેલા કપડાં પર લેવું.પછી કપડાને દબાવતા જઇ પનીરને સૂકું કરવું… જો કપડું ભીનું થઈ જાય તો બીજું કપડું લેવું.
પછી સરસ ચોરસ શેપમાં દબાવતા જઇ માથે ખાંડણી મૂકી સહેજ ઠોકવું. જેથી બધી એર નીકળી જાય અને સરસ પનીર કોરું થઈ જાય.પછી ચપ્પા વડે કાપા કરી લેવા..તો તૈયાર છે હોમમેડ પનીર.

નોંધ:

ક્યારેક દૂધ ગરમ કરતા હોઈએ અને ફાટી જાય કોઈ કારણવશ તો તમે સરસ આ રીતથી આગળ વધી શકો છો.
જો મીઠાઈ માટે પરાઠા કે પનીર ભુરજી માટે જોતું હોય તો કાપા કરવાની જરૂર નથી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,788 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 3 =