હોમમેડ ચીઝ – સેન્ડવીચ ,પીઝામાં ઉપયોગી ચીઝ બનાવો હવે ઘરે …..

આજે હું હોમમેડ ચીઝ બનાવવાની છું. ચીઝ આજ કાલ બધાને ભાવે એ વપરાય પણ બહું જ છે .બાળકોને સેન્ડવીચ ,પીઝા , પછી ન ભાવતી વાનગીમાં જો ચીઝ નાખોતો ઝટ ખાઈ જાય છે.

ધણી જગ્યાએ મોઝરેલા ચીઝ મળતું પણ નથી.મારીજ વાત કરું હું જ્યાં રહું છું ત્યાં મોઝરેલા ચીઝ કે અમુક વસ્તુ ઓ મળતી નથી .ત્યારે આવી હોમમેડ રેસિપી કામ લાગે છે. તો બનાવીયે ….

હોમમેડ ચીઝ

સામગ્રી :-

  • * ૨૦૦ ગ્રામ પનીર,
  • * ૪ ટી.સ્પૂન ગાયનુ ઘી,
  • * ૧ ટી.સ્પૂન મેંદો,
  • * ચપટી હળદર,
  • * મીઠું સ્વાદ પ્રમાણે.

રીત : –

એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો.

હવે મિશ્રણ ને જાર માં લઈ ચૅન કરો.પેસ્ટ એકદમ સ્મૂથ થવી જોઈએ.હવે સ્પેચ્યુલા ની મદદથી જે ડબ્બામાં ચીઝને સેટ કરવા નુ છે તેમાં કાઢી શેપ આપો.ડબ્બામાં નીચે એલ્યુમિનિયમ ફોઈલ મૂકવું.

ત્યારબાદ તે ડબ્બા ને ફીઝ માં ૨ થી ૩ કલાક સેટ થવા દો .સેટ થયા બાદ તમે તેને કાઢીને જોશો તો લુક માં અને ટેસ્ટમાં બાહરના ચીઝ જેવું લાગશે.આ ચીઝ તમે પીઝા ,સેન્ડવીચ , નાચોઝ વગેરે માં વાપરી શકો છો.

હું તો આ ચીઝ ઘરે બનાવું છું તમે પણ હવેથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો.

નોંધ :-
* પનીર ઘરમાં બનાવેલું હોય તો વધારે સારું રીઝલ્ટ મળે.
* હળદર ન નાખો હોય તો પણ ચાલે
* ઘરનું ઘી પણ લેવાય
* ચીઝને એલ્યુમિનિયમ ફોઈલ માં રાખવાથી વધારે સમય સુધી ચીઝ ફ્રેશ રહે છે.

રસોઈની રાણી ” કાજલ શેઠ ( મોડાસા )

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે.

Comments

comments


4,007 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 3 =