Home Made Pizza (હોમ મેડ પીઝા)

Home Made Pizza (હોમ મેડ પીઝા)હોમ મેડ પીઝા :

પીઝા અનેક પ્રકારના બનાવવામાં આવતા હોય છે અને માર્કેટમાં પણ તૈયાર મળતા હોય છે. બઝારમાં તૈયાર અડધા (હાફ બેક) તૈયાર (શેકેલા) પીઝા બેઇઝ પર તમોને મન પસંદ ટોપિંગ (લેર) લગાવી અને ઘેર બેક કરી શકાય છે. માર્કેટમાં પીઝા ના રોટલા પણ તૈયાર મળે છે તેનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. પરંતુ જાતે ઘરે પીઝા નો લોટ તૈયાર કરી અને ખૂબજ સારા પ્રમાણમાં મોઝરિલા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવેલ પીઝા નો સ્વાદ અલગ જ હોય છે.

સામગ્રી :

 • ૨૦૦ ગ્રામ મેંદો (૨-કપ)
 • ૨ ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ
 • ૧ નાની ચમચી ડ્રાઈ એક્ટિવ ઈસ્ટ (પાઉડર)
 • ૧ નાની ચમચી ખાંડ
 • ૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદ અનુસાર)

પીઝા ટોપીંગ્સ :

સામગ્રી :

 • ૪ ટેબલ સ્પૂન પીઝા ટામેટા સોસ
 • ૨ નંગ ટામેટા
 • ૧ નંગ સિમલા મિર્ચ
 • ૫૦ ગ્રામ મોઝારિલા ચીઝ
 • ૧/૪ નાની ચમચી થી થોડું ઓછું કાળા મરી પાઉડર
 • ૧/૨ નાની ચમચી આજિ નો મોટો પાઉડર
 • ૧ ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ
 • પીઝા લોટ (કણક – )તૈયાર કરવા …

Home Made Pizza (હોમ મેડ પીઝા)

રીત:

પીઝા બનાવવા માટે એક્ટિવ ઈસ્ટ પાઉડર મેંદાના લોટમાં મિક્સ કરી તેની કણક – લોટ બાંધી. ગૂંથી અને ૨-૩ કલાક કે તેથી વધુ સમય માટે રાખી શકાય છે. ફ્રીઝમાં રાખવાથી ૫-૬ દિવસ ઉપયોગમાં લઇ શકાય છે. ફ્રીઝરમાં પણ રાખી શકાય છે અને જ્યારે ઉપયોગમાં લેવાનો હોય ત્યારે બહાર કાઢી ફ્રોસ્ટ કરી તૂરત ઉપયોગમાં લઇ શકાય છે.

પીઝા બનાવવા લોટ ત્યાર કરવો :

પિઝાના નો લોટ તૈયાર કરવા માટે તાજું કે ડ્રાઈ એક્ટિવ ઈસ્ટ જરૂરી છે.

નવ શેકા પાણી લઇ (પાણી વધુ ગરમ ન હોવું જોઈએ) પાણીમાં ૧ ચમચી (ઉપર સુધી ભરવી) ઈસ્ટ પાઉડર નાખવો, અને ખાદ પણ ઉમેરી મિક્સ કરવી અને તે વાસણ ને ઢાંકી ને ૨-૩ મિનિટ માટે રાખી દેવું.

મેંદા ને એક વાસણમાં ચારણીમાં ચાળી અને અલગ કરવો. ત્યારબાદ, તેમાં ઓલિવ ઓઈલ તેમજ મીઠું નાંખીનાને એકદમ હાથેથી મિક્સ કરવું. મેંદાને ઇસ્ટના પાણી દ્વારા હાથથી સરખી રીતે મિક્સ કરી ને લોટ ગૂંથવો (કણક બાંધવી) . બાંધેલા લોટને ૫-૭ મિનિટ પલટાવતાં જવો અને મસળવો અને મુલાયમ ચીકનો બનાવવો. હાથમાં થોડું તેલ લગાવી અને આ નરમ –મુલાયમ લોટને લઇ તેની સપાટી તેલ વાળી કરી અને એક ઊંડા વાસણમાં લોટ રાખી અને વાસણ કિચન ટાવેલ/નેપકીન થી પૂરું ઢાંકી / વીટી દેવું અને ગરમ જગ્યા પર ૨-૩ કલાક માટે વાસણ રાખી દેવું. લોટ ફૂલીને ડબલ જેવો થઇ જશે. પીઝા બનાવવા માટે લોટ તૈયાર છે.

પીઝા બનાવો :

Home Made Pizza (હોમ મેડ પીઝા)

પીઝા બનાવવા માટે તૈયાર કરેલ લોટ લેવો. લોટનો એક ભાગ લઇ ગોળ લુઆ બનાવી અને તેને થોડા કોરા મેંદાના લોટમાં લપેટી અને પાટલી/ બોર્ડ કે ચકલા પર વેલણ ની મદદથી ૧/૨ સ.મી. જાડાઈ ની સપાટી રહેં તેમ ૧૦” ઈંચ વ્યાસ –ગોળાઈમાં વણવો. પીઝા માટેનું મોટું બેઇઝ તૈયાર કરવું.

ટામેટા ને ધોઈ લેવા. અને તેને પતલી પતલી સ્લાઈઝ્માં સમારવા. સીમલા મિર્ચ ને ધોઈ, તેની ડાળખી તોડી અને તેમાંથી બી કાઢી લેવા અને તેને પણ પતલી પતલી સ્લાઈઝ્માં લંબાઈ માં સમારવા. (ટુકડા કરવા)

માઈક્રોવેવ ઓવેન હોય તો કન્ડેન્સ મા રાખવું અને ઓવેન ને ૨૨૦’ સે.ગ્રે. પર પહેલીથી જ ગરમ કરવા રાખી દેવું. (પ્રી.હીટેડ)

પીઝા બેકિંગ ટ્રે પર થોડો મેંદાનો કોર લોટ નો છંટકાવ કરવો. ત્યારબાદ, પીઝા ના રોટલાની સપાટી પર પીઝા સોસ નાંખી અને કિનારીથી ૧ સ.મી. દૂર જગ્યા રહે તેમ એક સરખું સપાટી પર લગાવવો. ટામેટા સોસ પર, ટામેટાની સ્લાઈઝ અને સીમલા મીર્ચ્ની સ્લાઈઝ થોડી જગ્યા રહેં તેમ પાથરવી. તેની ઉપર મોઝરિલા ચીઝના ટુકડા અથવા ખમણેલું / ગ્રેટેડ ચીઝ વચ્ચે વચ્ચે પાથરવું અને તેની ઉપર ફ્રેશ પીસેલા કાળા મરીનો પાઉડર છાંટવો. તેમજ આજી નો મોટો ( પાઉડર ) છાંટવો., અને ત્યારબાદ ઓલિવ ઓઈલ ચારે બાજુ ઉપર થોડું છાંટવું.

પીઝા નું ટોપિંગ તમારી પસંદગી મુજબનું તમે કરી શકો છો. (જેમકે, સ્વીટ કોર્ન, સમારેલા કાંદા, સમારેલા, પાઈનેપલ ના પીસ, મશરૂમ જીણા સમારીને પણ મૂકી શકાય. ચીઝ ની પણ બે થી ત્રણ લેર કરી શકાય છે. ખાસ ધ્યાન રહે કે કે નરમ ગ્રેવી યુક્ત વસ્તુ ટોપિંગ મા ના મૂકવી, જેને કારણે પીઝા ક્રિસ્પી બેક નહિ થાય.

અગાઉથી ગરમ કરેલા ઓવનમાં પીઝા ટ્રે રાખવી. ઓવન ૨૦૦’ સે.ગ્રે. પર ૨૦ મિનિટ માટે સેટ કરવું. બસ ૨૦ મિનિટ બાદ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પીઝા તૈયાર છે.

ગરમા ગરમ પીઝા, પીઝા કટર દ્વારા કાપી અને પીરસવા. તેમજ ખાવાના ઉપયોગમાં લેવા.

પીઝા સોસ :

Home Made Pizza (હોમ મેડ પીઝા)

પીઝા ટામેટા સોસ સામન્ય રીતે માર્કેટમાં તૈયાર મળે છે. પરંતુ તેનો ઉપયોગ ન કરવો હોય તો ઘરમાં બનાવી શકાય છે.

પીઝા ટામેટા સોસ બનાવવા માટે “:

સામગ્રી :

 • ૪-૫ નંગ ટામેટા
 • ૧/૪ – નાની ચમચી મીઠું. (સ્વાદ અનુસાર)
 • ૨ -પીંચ (ચપટીક) કળા મરી નો પાઉડર
 • ૬-૭ નંગ તુલસીના પાન
 • ૨ – ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ અથવા માખણ

રીત :

Home Made Pizza (હોમ મેડ પીઝા)

ટામેટા ને પાણીથી ધોઈ લેવા, મોટા ટુકડામાં સમારવા અને પીસી લેવા. નાની કડાઈમાં ઓલિવ ઓઈલ નાંખી ગરમ કરવું. પીસેલા ટામેટા, મીઠું, મરીનો પાઉડર, તુલસીના પાન (પાનને તોડી ને) નાંખવા અને ઘટ થાય ત્યાં સુધી તેને પાકવા દેવું. પીઝા ટામેટા સોસ તૈયાર છે.

સુઝાવ: માઈક્રોવેવ ઓવન હોય તો તેને કન્વેશન મોડમાં રાખવું. અને ઓવન ના હોય તે નોનો સ્ટિક તાવામાં ધીરા તાપે ગેસ પર ગરમ કરીને પણ પીઝા બનાવી શકે છે. ગેસ પર રાખ્યા બાદ વારંવાર ચેક કરતા રહેવું જરૂરી અને ચીઝ મેલ્ટ / પીગળી જાય એટલે ઉતારી લેવા. સારા અને ક્રિસ્પી પીઝા સામાન્ય રીતે ઓવેનમાં જ થાય.

 

Comments

comments


7,245 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 8