હાઈ ફ્રેન્ડસ આજે હુ શીખવવા જઈ રહી છુ. સ્પેશિયલ હોમ મેડ કેસર બદામ શ્રીખંડ.ઉનાળામાં કેરીનો રસ અને શ્રીખંડ આ બધા ગુજરાતીઓની પ્રિય વાનગી છે.આજકાલ બન્ને તૈયાર મળે છે પણ હુ ઘરે બનાવવાનું વધુ પ્રિફર કરુ છુ.તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે. આજ ડાયેટ ને ડાયાબિટીસ બેઉ ને સાઈડ પર મૂકી દીધા છે હો….
બનાવવા માટે સામગ્રી જોઈશે—-
- બે લીટર ફૂલ ક્રિમ મિલ્કનુ દહી.
- દૂધમા ઘોળેલુ કેસર બે ચમચી જેટલુ.
- દળેલી ખાંડ તમારા સ્વાદ અનુસાર,
- એલચી પાઉડર એક નાની ચમચી.
- બદામની કતરણ બે ત્રણ ચમચી.
રીત :
1) ૨ લીટર ફુલ ક્રીમ મિલ્ક ને જમાવી ને દહીં બનાવી લો.
2)ત્યારબાદ એ દહીં ને એક મલમલ ના કપડાં માં બાંધી ને લગભગ ૬/૭ કલાક સુધી લટકાવી દો જેથી કરી ને દહીં માં રહેલું બધું પાણી નીતરી જાય,3) હવે આ રેડી થયેલાં મઠા માં ઘોળેલું કેસર અને સ્વાદાનુસાર પિસેલી સાકર નાખો ને એકદમ મિકસ કરો.તેમાં પીસેલી એલચી પાવડર પણ નાખો.
4) હવે સાકર બરાબર મિક્ષ કરો.
એટલે તેના ઉપર બદામ ની કતરી થી ગાર્નિશ કરો અને ફ્રીઝમાં ૨ કલાક માટે ઠંડું થવા મૂકી દો.પછી ઉતારો ગરમાગરમ પૂરી ને બટાકા નું શાક ને પીરસો શ્રીખંડ પૂરી ને શાક..
.આજ મે તો ડાયાબિટીસ ને સાઈડ પર મૂકી ખૂબ આનંદ લીધો મારા ફેવરીટ જમણ નો. તમે પણ જરુર બનાવજો.અને હા ફરીથી યાદ કરાવી દઉ તમારા ફીડબેક આપવાનુ ભૂલતા નહી.ફરીથી એક નવી અને રસપ્રદ વાનગી લઈ ને હાજર થઈશ ત્યા સુધી બાય..
રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.