હોમમેડ ગરમ મસાલો – ચાને સ્વાદિષ્ટ બનાવતો આ મસાલો આજે સમય કાઢીને બનાવી નાખજો !!!

ઘરે ધમધમાટ ગુજરાતી શાક દાળ બનાવવા હોય કે પછી પંજાબી શાક કે દાલ તડકા બનાવવી હોય તો ગરમ મસાલા ની જરૂર પડે છે. ગરમ મસાલો એ જુદા જુદા તેજાના નું મિશ્રણ છે. તમે એક વાર આ માપ જાણીને ઘરે બનાવશો તો બજાર માંથી મસાલો ખરીદવાની જરૂર નહીં પડે. તો ચાલો બનાવી એ ગરમ મસાલો. એ પણ સ્ટેપ બાય સ્ટેપ..

હોમમેડ ગરમ મસાલો

સામગ્રી : –

  • ○૬ ટે.સ્પૂન આખા ધાણા ( ૨૫ ગ્રામ ),
  • ○ ૩ ટે.સ્પૂન આખું જીરું ( ૨૫ ગ્રામ ),
  • ○ ૭ થી ૮ તજ ના ટૂકડા,
  • ○૫ થી ૬ તમાલપત્ર,
  • ○૬ નાની ઈલાયચી,
  • ○૧ ૧/૨ ટે. સ્પૂન વરીયાળી,
  • ○૧ ૧/૨ ટે.સ્પૂન મરી,
  • ○૨ નંગ જાંવત્રી,
  • ○૧ ટી.સ્પૂન લંવીગ,
  • ○૧/૨ ટૂકડો જાયફળ,
  • ○૧ ટી.સ્પૂન શાહ જીરું,
  • ○૧ ટે.સ્પૂન ખસખસ,
  • ○૧ ટૂકડો સૂંઠ ,
  • ○૪ થી ૫ ટૂકડા આખા લાલમરચા ( optional ),
  • ○૧ ટૂકડો બાદીયા.

રીત :-

સોથી પહેલા બંધી સામગ્રી એક પ્લેટમાં ભેગી કરો. હવે એટ નોનસ્ટિક પાનમાં બંધુ શેકી લો. સુંગધ આવે .એટલી જ વાર શેકવું. ધ્યાન રાખવું કે તેજાના બળી ના જાય.શેકાય જાય એટલે પ્લેટમાં કાઢીને ઠંડું કરવુ.
ઠંડું થાય એટલે તેને મિકસરમાં ૧ થી ૨ વાર પીસી લેવું. પીસાય જાય એટલે ચારણીથી ચાળીને સામગ્રીમાંથી એક નાની બોટલ મસાલો તૈયાર થશે.

નોંધ : –

○જો આખી સૂંઠ ન હોય તો સૂંઠ નો પાવડર લેવાય.
○આખા લાલ મલચા પણ ઓપ્સનલ છે.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,548 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 36