હોમમેડ કસ્ટડ પાવડર – આઈસ્ક્રીમ, ફાલુદા, પૂડીંગ વગેરે બનાવવામાં ઉપયોગી કસ્ટડ પાવડર બનાવો હવે ઘરે….

ગરમીની સીઝન ચાલુ છે એમાં આપણને આઈસ્ક્રીમ, ફાલુદા, પૂડીંગ વગેરે ખાવાનું મન થાય છે ત્યારે તે બનાવવા માટે ખૂબજ જરૂરી સામગ્રી એટલે કસ્ટડ પાવડર જે આપણે બજારમાથી લાવીએ છે .પણ ક્યારેક આ ઘરમાં ન પણ હોયતો વસ્તુ બનાવી નથીશકતા તો આજે આવીજ એક હોમ મેડ સામગ્રી લાવી છું .જે જલ્દી પણ બને અને સ્ટોર પણ થાય .આનાથી બાળકો માટે નવીનવી વાનગી જલ્દી બનાવી શકો છો.

સામગ્રી: –

  • * ૧ કપ ખાંડ,
  • * ૧/૪ કપ કોનૅફલોર,
  • * ૧/૪ કપ મિલ્ક પાવડર,
  • * ૧ ટી.સ્પૂન વેનીલા એસેન્સ,
  • * ચપટી પીળો ફૂડ કલર

રીત :-

બધીજ સામગ્રીને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવુ . પછી તેને બાઉલમાં કાઢી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવું. તો તૈયાર છે કસ્ટડ પાવડર.

આ પાવડર માંથી આઈસ્ક્રીમ, ફૂટસેલાડ , પૂડીગ વગેરે બનાવી શકાય છે.

નોંધ :-
* ફૂડ કલર ઓપ્સનલ છે.ન નાખો તો પણ ચાલે.
* આમાં ૧ થી ૨ ટે.સ્પૂન કોકોપાવડર નાખો તો ચોકલેટ કસ્ટડ પાવડર થઈ જાય.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

.

Comments

comments


4,369 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24