તમારા નાનકડા ઘરને મોટુ બનાવવા માટે ટ્રાય કરો આ ઈઝી ટિપ્સ…

મોટું ઘર દરેક વ્યક્તિ, દરેક પરિવારનું સપનુ હોય છે. પરંતુ હવે ઘરનું ઘર બનાવવું જ બહુ મોટી ચેલેન્જ બની ગઈ છે. તેમાં પણ બધા લોકો પૂરુ કરી શક્તા નથી. લાખો-કરોડો લોકોને નાનકડા ઘરથી જ સંતોષ માની લેવો પડે છે. નાનુ છે તો શું થયું, આપણું પોતાનું તો છે જ ને. પરંતુ કેટલીક સરળ ટિપ્સથી તમે તમારા નાના ઘરને પણ મોટું બનાવી શકો છો. તે માટે તમારે કેટલાક રુલ્સ ફોલો કરવાના રહેશે, જેનાથી તમારું ઘર બહુ જ સરળતાથી મોટું મોટું દેખાશે. તેના માટે તમારે નીચે આપેલા બદલાવ કરવાના રહેશે. સાથે જ ધ્યાન રાખવુ પડશે કે જેટલુ બની શકે, તેટલું ઘરમાં સામાન ઓછો રાખો. કેમ કે, વધુ સામાનને કારણે જ ઘર વધુ નાનુ લાગવા લાગે છે.

દિવાલો પર હળવો રંગ લગાવો

દિવાલો પર જેટલો ડાર્ક રંગ હશે, ઘર તેટલું જ દેખાવમાં નાનુ લાગશે. તેથી વ્હાઈટ, ક્રીમ, લાઈટ પિંક, લાઈટ પર્પલ, સી ગ્રીન જેવા હળવા રંગોનો ઉપયોગ કરો. જેથી દીવાલો પર તમામ એસેસરીઝ પણ સારી લાગશે. હળવા રંગની દિવાલોથી ઘરની લાઈટ ટકરાઈને રૂમને વધુ મોટા દેખાડશે.

મોટી એસેસરીઝનાના નાના પેઈન્ટિંગ્સ તથા ડેકોરેશનના સામાનથી દિવાલને પચરંગી બનાવી દેવાન બદલે મોટી એસેસરીઝની પસંદગી કરો. જેમ કે, સ્ટેટમેન્ટ ફર્નિચર અથવા તો મોટું પેઈન્ટિંગ. તેનાથી ફોકસ માત્ર મોટી એસેસરીઝ પર જ રહેશે અને તેનાથી ડેકોરેશનની જગ્યા પણ બચી જશે અને રૂમ મોટો મોટો લાગશે.

સૂર્યની રોશનીનેચરલ લાઈટથી ઘરમાં પોઝીટિવ વાઈબ્સ આવે છે એવુ તો વાસ્તુ શાસ્ત્ર કહે જ છે. પરંતુ તમે સૂર્યની રોશનીનો ઘરને વધુ મોટુ પણ બતાવવામાં ઉપયોગ લઈ શકો છો. તેથી તમારા ઘરની બારીઓ પર સામાન લાદવા કરતા તેમાંથી બહારની રોશની આવવા દો, જેથી રૂમ વધુ પહોળો લાગશે.

મલ્ટીપલ લેમ્પ્સ

રૂમમાં અહીં તહી લાઈટ્સ લગાવવાને બદલે રૂમમાં વચ્ચોવચ એક જ જગ્યાએ એકથી વધુ લાઈટ લગાવો. તેનાથી રૂમ વધુ મોટો, વધુ પહોળો લાગશે. ધ્યાન રાખજો, રૂમને મોટો બતાવવામા લાઈટનો રોલ સૌથી મોટો છે, તેથી લાઈટનું સિલેક્શન કરવામાં પણ ખાસ ધ્યાન રાખજો.

ડબલ યુઝ ફર્નિચર

આજકાલ માર્કેટમાં ડબલયુઝવાળા ઢગલાબંધ ફર્નિચર અવેલેબલ છે. જેનો ડબલ ઉપયોગ થાય છે. જેમ કે, દિવસે સોફા અને રાત્રે તે બેડ તરીકે કન્વર્ટ થઈ જાય. બેડ જે ફોલ્ડ થઈને ટેબલ કે સોફા બની જાય. સ્ટુલ જે જરૂર પડ્યે ડાઈનિંગ ટેબલ બની જાય. આ રીતે ફર્નિચરને કારણે રૂમ ઘેરાયેલો રહે છે અને તમે આ જગ્યાનો સારી રીતે ઉપયોગ કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપ શું કરો છો તમારા ઘરને સજાવવા માટે.

Comments

comments


3,644 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 5