ભારતના 12 રાજ્યોમાંથી પસાર થાય છે આ એકમાત્ર ટ્રેન…

રેલવે વગર ભારતમાં જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. તમને જણાવી દઈએ કે, ભારતમાં રેલ માર્ગની સ્થાપના અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવી રાખવાના સમય દરમિયાન કરી હતી. આજે રેલ પરિવહન આ દેશનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ભારતના જે ક્ષેત્રોમાં પ્લેન પહોંચી શક્તા નથી, ત્યાં રેલવે દ્વારા જ અવરજવર શક્ય છે. એમ કહો કે, રેલવે પરિવહન ભારતીય અર્થતંત્રમાં રીઢના હાડકાની જેમ બની ગયું છે. આમ, તો ભારતની દરેક ટ્રેનની મુસાફરી કરવી કોઈ આહલાદક સફરથી ઓછી નથી. પણ આજે અમે તમને એવી એક ટ્રેન વિશે બતાવીશું, જે તેના સફર દરમિયાન 12 રાજ્યોમાંથી પસાર થાય છે.

હિમસાગર એક્સપ્રેસ ટ્રેન૧
ભારતની આ ટ્રેન એક જ મુસાફરી દરમિયાન 12 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનું નામ છે હિમસાગર એક્સપ્રેસ ટ્રેન. જે જમ્મુ-તાવીથી કન્યાકુમારી સુધી જતી સાપ્તાહિક ટ્રેન છે. હિમસાગર એક્સપ્રેસનો ટ્રેન નંબર 16317 છે અને તે કન્યાકુમારીથી જમ્મુ વચ્ચે દોડે છે.

આ 12 સ્ટેટને પાર કરે છે ટ્રેન૨
જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાના, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ

તમિલનાડુ રાજ્યમાં આવેલું છે કન્યાકુમારી અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં જમ્મુ. આ બંને શહેરોની વચ્ચેનું અંતર 3714 કિલોમીટર છે, જે આ ટ્રેન દ્વારા પાર કરવામા આવે છે અને આ બે શહેરોની વચ્ચે સફર દરમિયાન 12 રાજ્યો આવે છે. આ ટ્રેનને જમ્મુથી કન્યાકુમારી સુધી પહોંચવામાં 71 કલાક અને 10 મિનીટનો સમય લાગે છે. જે રુટથી હિમસાગર એક્સપ્રેસ પસાર થાય છે, તેમાં કેટલાક પ્રમુખ સ્ટેશન છે, જેમ કે નવી દિલ્હી, વિજયવાડા જંક્શન અને નાગપુર વગેરે…

જો તમે પણ આ ટ્રેનની સફર કરવા માંગો છો, તો તમને બતાવી દઈએ કે, આ સફર બહુ જ રોમાંચક છે. ટ્રેનમાં બેસીને ભારતના સુંદર રાજ્યોનો નજારો જોવાનો અનુભવ બહુ જ ઓછા લોકોને નસીબ થાય છે. જમ્મુના કટારાથી શરૂ થઈને આ ટ્રેન કન્યાકુમારી જઈને રોકાય છે. આ વચ્ચે તેને કુલ 75 સ્ટેશન પડે છે.

આવી અન્ય ટ્રેન પણ છે૩
હિમસાગર ઉપરાંત દેશનું સૌથી લાંબુ અંતર પાર કરનારી ટ્રેનોમાં ડિબ્રુગઢ કન્યાકુમારી વિવેક એક્સપ્રેસનું નામ પણ સામેલ છે, જે ઉત્તર પૂર્વથી દક્ષિણને જોડે છે. આસામથી નીકળીને કન્યાકુમારી સુધીનું 4263 કિલોમીટર અંતર પાર કરવામાં તેને 3 દિવસથી વધુનો સમય લાગે છે. રશિયાના ફેમસ ટ્રાન્સ સાયબેરિયન રુટની સરખામણીમાં આ ભારતીય ટ્રેન અડધું અંતર કાપે છે. આ ઉપરાંત નવયુગ એક્સપ્રેસ, તિનસુકિયા બેગલુરુ, ગુવાહાટી-તિરુઅનંતપુરમ પણ દેશનું સૌથી લાંબુ અંતર પાર કરનારી ટ્રેનોમાં સામેલ છે.main

તો એ પણ જાણી લો કે, દુનિયામાં સૌથી લાંબુ અંતર કાપનારી ટ્રેનોમાં રશિયાની ટ્રાન્સ સાઈબેરિયન ટ્રેન સામેલ છે, જે 9283 કિલોમીટરનું સફર પાર કરે છે. તેના માટે તેને 148 કલાકનો સમય લાગે છે અને તે અંદાજે 6 દિવસની સફર બાદ પાર કરાય છે. આ ટ્રેન મોસ્કોથી વ્લાદિવોસ્ટક સુધી જાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો તમે આ ટ્રેનમાં મુસાફરી કરો અને આનંદ માણો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,709 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 4